સુરત : જૈન સમાજની મહારેલી, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો
પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર- ઠેર રેલી યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા પાલીતાણામાં દબાણ અને મંદિરમાં તોડફોડને લઇને જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર- ઠેર રેલી યોજાઈ રહી છે. આ વચ્ચે સુરતમાં જૈન સમાજ દ્વારા સુરતના પીપલોદ વિસ્તારમાંથી મહારેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો હતો.
સુરત : પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે જૈન સમાજની મહારેલીનું આયોજન#JainCommunity #Jainsamaj #Palitana #surat #ShetrunjayaMahatheerth #rally #jainprotest #JainCommunityProtest #Jainism #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/b4SQIwgPrp
— Hum Dekhenge News (@humdekhengenews) January 3, 2023
આ દરમિયાન સુરતમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેમાં સંતો અને મહંતોની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તેમજ મહિલા અને બાળકો પણ એકત્ર થયા છે. ભાવનગર પાલિતાણામાં ગેરકાયદે ખનનના કારણે મંદિરને નુકસાન થઇ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેનો રાજ્યભરમાં તેમજ દેશમાં પણ જૈનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : જૈન મંદિરોમાં તોડફોડના મામલે પાલનપુરમાં જૈન સમાજ ઉતર્યો રસ્તા પર
આજે સુરતના પીપલોદ વિસ્તારમાંથી મહારેલી કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો. ઝારખંડમાં આવેલા સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવા મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમ્મેદ શિખરને પર્યટન નહીં પવિત્ર સ્થળ જાહેર કરવાની માગ કરવામાં આવી રહી છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આક્રોશને પગલે પાલીતાણા ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે, સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ બનાવાઈ છે.