ગુજરાતટોપ ન્યૂઝ

સુરત : સગીરના અપહરણ કેસમાં બેદરકારી બદલ કડોદરાના પીઆઇ સસ્પેન્ડ

  • ગંભીર બનાવ બન્યો હોવા છતાં પીઆઇ પટેલ 12 કલાક પછી પોલીસ મથકે પહોંચ્યા
  • આઇજીએ પીઆઇ પટેલને સસ્પેન્ડ કરતો કર્યો હુકમ
  • કડોદરા પોલીસ મથકનો હવાલો જે.એ.બારોટને સુપરત કર્યો

સુરત જીલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા સગીરનું અપહરણ કરીને રૂ.15 લાખની ખંડણી – હત્યાના ચકચારી કેસમાં બેદરકારી દાખવનાર પીઆઇ આર.એસ.પટેલને રેન્જ આઇજીએ સસ્પેન્ડ કરી દીધા છે. જેઓના સ્થાને કડોદરા પોલીસ મથકમાં પીઆઇ જે.એ.બારોટને મુકી દેવાયા હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

ગંભીર બનાવ બન્યો હોવા છતાં પીઆઇ પટેલ 12 કલાક પછી પોલીસ મથકે પહોંચ્યા

સુરત રેન્જ આઇજી ઓફિસના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ કડોદરા ઔધોગિક વસાહતમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક સુધીર મહંતોના 12 વર્ષિય પુત્ર અમરેન્દ્ર ઉર્ફે શિવમનું ગત શુક્રવારે ટયુશન કલાસમાંથી છુટીને ઘરે જતી વેળાએ અપહરણ કરાયુ હતુ. ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે બુટલેગર સોનુ અને મોનુ યાદવ સહિત ટોળકીએ રીક્ષામાં અપહરણ કરીને રૂ.15 લાખની ખંડણી માંગી હતી. આ બનાવમાં સગીર અમરેન્દ્રની અપહરણકારોએ ગળું દબાવીને નિર્મમ હત્યા કરી હતી. જેમાં કડોદરા પીઆઇ આર.એસ. પટેલે બેદરકારી દાખવતા રેન્જ આઇજીએ તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવા માટે ડીવાયએસપી બી. કે. વનારને સુચના આપી હતી.

રિપોર્ટમાં કડોદરાના પીઆઇ એ ગંભીર બેદરકારી દાખવી હતી

આ કેસમાં તાત્કાલિક તપાસનો રિપોર્ટ રેન્જ આઇજી સમક્ષ રજુ કરાયો હતો. રિપોર્ટમાં કડોદરાના પીઆઇ એ ગંભીર બેદરકારી દાખવી હતી. જેમાં ભોગ બનેલ સગીરના પરિવાર મોડી સાંજે કડોદરા પોલીસ મથકે દોડી જઇને પીએસઓ સમક્ષ અપહણ – ખંડણીના બનાવ અંગે રજુઆત કરી હતી. સગીરનું અપહરણ – ખંડણીનો બનાવ નોંધાયો હોવા છતાં પીઆઇ પટેલે પોલીસ મથકે આવવાની તસ્દી લીધી ન હતી. તેમજ રાત્રીના સમયે મીઠી નિંદર માણતા હતા, અને બીજા દિવસે સવારે પોલીસ મથકે પહોંચ્યા હતા.

કડોદરા વિસ્તારમાં સોનુ સહિત ગેરકાયદે પ્રવૃતિ આચરી રહ્યા હતા

કડોદરા વિસ્તારમાં સોનુ સહિત ગેરકાયદે પ્રવૃતિ આચરી રહ્યા હોવા છતાં તેમની વિરુધ્ધ અગાઉ કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. બીજા દિવસે સગીરના અપહરણના બનાવ અંગે જીલ્લા પોલીસવડાને જાણકારી પ્રાપ્ત થઇ હતી. આમ, પીઆઇ પટેલે તપાસમાં લાપરવાહી દાખવતા માથાભારે તત્વોએ મહંતો પરિવારના સગીર અમરેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેના પગલે રેન્જ આઇજી એ કડોદરાના પોલીસ ઇન્સ્પેકટર પટેલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જેઓના સ્થાને કડોદરા પોલીસ મથકનો હવાલો જે.એ.બારોટને સુપરત કર્યો હોવાનું જણાવ્યુ છે.

Back to top button