
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ નજીક આવી રહી છે ત્યારે સુરત શહેરમાં ખેડૂતો અને જમીન દલાલો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત આવકવેરાની ડીડીઆઈ વિંગ દ્વારા અલથાણ વિસ્તારમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા ખેડૂત તેમજ જમીનદારને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત આ ખેડૂત અને જમીનદાર સાથે સંકળાયેલા જમીન દલાલને પણ અધિકારીઓએ તપાસમાં લીધો છે.
આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ
શહેરના અન્ય જમીનના વેપારીઓમાં ફફડાટ ફેલાયો
સુરત DDI વિંગ દ્વારા શહેરના અલથાણ વિસ્તારમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા અર્જુનસિંહ સોલંકી તેમજ ભરથાણાના જમીનદાર બળવંત પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત જમીન દલાલ ઝાંબુ શાહ તેમજ ઉત્તર ગુજરાતના એક પટેલ અટકધારી જમીન દલાલને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ઘણા લાંબા સમયના અંતરાલ બાદ વિંગએ દરોડા પડતા શહેરના અન્ય જમીનના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: દાદીની વાત કહી રાહુલ ગાંધીએ આદિવાસીનો ખરો અર્થ જણાવ્યો, વનવાસી કહેવા પર ભાજપને ઘેરી
આવકવેરાની તપાસના પગલે વિવિધ ચર્ચાઓ ઉઠી
આ ઉપરાંત ફાઈનાન્સરોના ગ્રુપ પાસેથી 200 કરોડના ઈન્વેસ્ટમેન્ટના ડોક્યુમેન્ટ મળ્યાના પણ દાવા થયા હતા. કરોડોના રોકાણ, ડાયરીઓ, લોન અને એ્ન્ટ્રીઓની વિગતો પણ મળી હતી. સંગીની ગ્રુપના એક વર્ષ બાદ સુરતમાં આવકવેરાની ડીડીઆઈ વિંગ દ્વારા કોઈ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરાની દરોડા કાર્યવાહીના પગલે જમીન લે-વેચ સાથે સંકળાયેલા ધંધાદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યાં આવકવેરાની તપાસના પગલે વિવિધ ચર્ચાઓ ઉઠી છે.
આ પણ વાંચો: નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો
અગાઉ સંગીની ગ્રુપ પર દરોડા પડ્યા હતા
3 ડિસેમ્બર 2021ના રોજ સુરત આવકવેરાની ડીડીઆઈ વિંગ દ્વારા સુરતના બિલ્ડર ગ્રુપ સંગીની ગ્રુપ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. સંગીની ગ્રુપ સાથે સંકળાયેલા અરિહંત, અમોરા, મહેન્દ્ર ફાઈનાન્સર અને કિરણ સંઘવીને પણ અધિકારીઓએ સકંજામાં લીધા હતા. તે સમયે આ ખૂબ જ મોટી કાર્યવાહી થઇ હતી. દરોડા કાર્યવાહીના અંતે એવી વિગતો બહાર આવી હતી કે સંગીની અને અરિહંત ગ્રુપ પાસેથી રૂપિયા 650 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે.