ગુજરાત

સુરત: એરપોર્ટના 25 કરોડ ગોલ્ડ સ્મગલિંગ કેસનો રેલો દુબઇ પહોચ્યો

  • ગોલ્ડ સ્મગલિંગ કેસમાં વિદેશમાં રોકાયેલા ચારને લાવવાની તજવીજ
  • ડીઆરઆઇએ ચારેયને સમન્સ મોકલી તપાસ માટે હાજર રહેવા જણાવ્યું
  • ગોલ્ડના રુપિયા હવાલાથી મોકલવામા આવતા ઇડી પણ તપાસમાં જોડાશે

સુરત એરપોર્ટ પર દોઢ મહીના પહેલા ડીઆરઆઇ વિભાગે ઝડપી પાડેલા 25.26 કરોડ રુપિયાના 48 કિલો ગોલ્ડ પ્રકરણમાં ડીઆરઆઇએ પાંચની ધરપકડ કરી છે અને હવે મુખ્ય સુત્રધારોને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો: નવા મતદારોની નોંધણી માટે ભાજપ સજ્જ, મતદાતા ચેતના અભિયાન ઉપાડયું

ચાર અન્ય આરોપીઓ કે જેઓ હાલ દુબઇમાં છુપાઇને બેઠા

ઘટનામાં જોડાયેલા ચાર અન્ય આરોપીઓ કે જેઓ હાલ દુબઇમાં છુપાઇને બેઠા છે તેમના સુધી પહોંચવા માટેની કોશિશ શરુ કરી છે. થોડા દિવસો પહેલા ડિપાર્ટમેન્ટ દ્વારા તમામના ઘરે સમન્સ મોકલવામા આવ્યા હતા. જોકે તેઓ હાજર નહી થતા કોર્ટને પણ જાણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ચારેયની સામે કાનૂની ગાળિયો વધુ મજબૂતીથી કસાશે.

આ પણ વાંચો: સુરત: હિન્દુ વિસ્તારમાં ઘર લેવા વિધર્મીએ કર્યું ખોટુ કામ અને ભરાયો 

કેસમાં એક પોલીસ અધિકારી સહિત કુલ ચારની ધરપકડ

ડીઆરઆઇના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જુલાઇ મહીનામાં સુરત ડીઆરઆઇ યુનિટ દ્વારા સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કેસમાં એક પોલીસ અધિકારી સહિત કુલ ચારની ધરપકડ કરી હતી. તેમની પાસેથી વિભાગને 25.26 કરોડનું 4 કિલો સોનું મળી આવ્યુ હતુ. સુરત એરપોર્ટ પર આ રીતે પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં સોનાની દાણચોરીનો કેસ સામે આવ્યો હતો. જેની તપાસમાં ડીઆરઆઇએ સુરતમાં અડાજણ અને ભરુચમાં પણ તપાસ કરી હતી. ભરુચમાં કોંઢ ગામના ઉપસરપંચને ત્યાં કરવામાં આવેલી તપાસમાં તે વિદેશમાં હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકનારનો પર્દાફાશ 

ચાર આરોપી પૈકી એક સુરત બે ભરુચ અને એક કર્નાટકનો નિવાસી

અત્યાર સુધી આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામા આવી છે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ સોનુ દુબઇથી લાવવામાં આવ્યુ હતુ અને મુંબઇ પહોંચાડવાનું હતુ. આ કેસમાં દુબઇથી શારજાહ એરપોર્ટ અને સુરત એરપોર્ટથી મુંબઇ સુધીનું સંચાલન ચાર લોકો કરી રહ્યા હતા. આ ચારેય હાલ દુબઇમાં છુપાઇ ગયા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ગત દિવસોમાં તેમના ઘરે પણ સ્થાનિક તપાસ કરવામાં આવી હતી. જોકે તેઓ વિદેશ હોવાથી તમામના સરનામાં પર સમન્સ મોકલવામાં આવ્યા હતા અને જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોઇ પણ જવાબ માટે હાજર થયા નહતા. જે અંગે ડીઆરઆઇ દ્વારા કોર્ટને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જે ચાર માસ્ટરમાઇન્ડના નામ સામે આવી રહ્યા છે તે ચાર પૈકી એક સુરત બે ભરુચ અને એક કર્નાટકનો નિવાસી છે.

Back to top button