ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

સુરતઃ એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

  • પીએમ મોદીએ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કર્યું
  • આ કોર્પોરેટ ઓફિસમાં 4200 ઉદ્યોગપતિઓ એક સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કરશે
  • ડાયમંડ બુર્સ બિલ્ડીંગમાં ઓફિસ શરૂ થયા બાદ 1.5 લાખ લોકોને રોજગારીની તકો ઊભી થશે

સુરત, 17 ડિસેમ્બર: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. આજે વહેલી સવારે તેમણે સુરત એરપોર્ટ પર એક ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ છે, જ્યાં 4,200 થી વધુ ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ હશે. અત્યાર સુધી દેશની આર્થિક રાજધાની મુંબઈને ડાયમંડ ટ્રેડિંગનું હબ માનવામાં આવે છે, પરંતુ SDB શરૂ થયા બાદ સુરત પણ જ્વેલરી અને ડાયમંડ ટ્રેડિંગમાં મોટા હબ તરીકે ઉભરી આવશે.

 

સુરત ડાયમંડ બુર્સ શું છે ?

સુરત ડાયમંડ બુર્સ (SDB) એ ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસને મુંબઈથી સુરત ખસેડવા માટે સ્થાપવામાં આવેલા તૈયાર ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસ સેન્ટર છે. હાલમાં સુરત ડાયમંડ પોલિશિંગ અને કટિંગનું હબ છે અને હાલમાં સુરતમાં હીરાનો વેપાર મહિધરપરા ડાયમંડ માર્કેટ અને વરાછા ડાયમંડ માર્કેટમાં થાય છે. જ્યાં વેપારીઓ કોઈ પણ જાતની સુરક્ષા વગર રોડ પર ખુલ્લેઆમ વ્યવહાર કરે છે. ત્યારે હવે આ સુરત ડાયમંડ બુર્સ બન્યા બાદ વેપારીઓને મજબુત સુરક્ષા આપવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે ઘણી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે, જેના કારણે મુંબઈ બાદ સુરત શહેર ડાયમંડ ટ્રેડિંગનું સૌથી મોટું હબ તરીકે ઉભરી આવશે.

સુરત ડાયમંડ બુર્સ

વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ

સુરત ડાયમંડ બુર્સ 66 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે, જે યુએસ પેન્ટાગોન કરતા પણ મોટી છે. SDB ની 4,200 થી વધુ ઓફિસો છે, જે 300 ચોરસ ફૂટથી 1,15,000 ચોરસ ફૂટ સુધીના વિસ્તારોમાં બાંધવામાં આવી છે. આ બુર્સમાં 9 ટાવર છે, જેમાં દરેક ટાવરમાં 15 માળ બનાવવામાં આવ્યા છે.

  • આ અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું છે આ ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.

હીરાના વેપારીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ

સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીઓની તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હીરાના વેપારીની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અહીંની ઇન્ફ્રા ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ પોલિશિંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ મશીન, સોફ્ટવેર, ડાયમંડ ક્વોલિટી સર્ટિફિકેટ, લેબ ડાયમંડ અને 27 ડાયમંડ જ્વેલરી રિટેલ આઉટલેટ્સ જેવી સુવિધાઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં હશે.

દોઢ લાખ લોકોને રોજગારી મળશે

સુરત ડાયમંડ બુર્સની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ સેન્ટર શરૂ થયા બાદ 1.5 લાખ લોકોને તેના દ્વારા સીધી રોજગારી મળશે. સુરતમાં હાલ લાખો લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરતના હીરાના વેપારીઓને પણ તેનો સીધો લાભ મળશે.

બપોર સુધીના અગત્યના સમાચાર જૂવાનું ચૂકશો નહીં, HD News ટૉપ-10

સુરક્ષા પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું

સુરત ડાયમંડ બુર્સમાં સુરક્ષાની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. સમગ્ર કેમ્પસમાં 4,000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે લોકોના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર વિશેષ સુરક્ષા સાધનો પણ લગાવવામાં આવ્યા છે.

સુરતનો હીરા ઉદ્યોગ કેટલો મોટો છે?

વિશ્વમાં વપરાતા 90 ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. તેનું સરેરાશ ટર્નઓવર 3 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. તેના દ્વારા લગભગ 15 લાખ લોકોને સીધી રોજગારી મળે છે.

આ પણ વાંચો: સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક, ઉંડાણપૂર્વક તપાસ જરૂરીઃ પીએમ મોદી

Back to top button