- બંનેના આગલા મહિને હપતા આવતાં આ યુવાનને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો
- છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે યોગેશ રાજદેવને અટકાયતમાં લીધો
- છેતરપિંડી કરતા અડાજણના પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ થયો
સુરતમાં લોન કેન્સલ કરવાના નામે એજેન્ટે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેમાં લોનવાંછુઓના ડોક્યુમેન્ટ ઉપર લોન લઇ મોબાઇલ ફોન પણ લીધા છે. તેમાં છેતરપિંડી કરતા અડાજણના પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમાં પોલીસે એકની ધરપકડ કરી છે.
દુકાનમાંથી મોંઘા મોબાઇલ ફોન ખરીદી લઇ છેતરપિંડી કરતા
લોન અપાવ્યા બાદ તે કેન્સલ કરવાનું કહી લોન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવાની સાથે તેમના ડોક્યુમેન્ટ ઉપર દુકાનમાંથી મોંઘા મોબાઇલ ફોન ખરીદી લઇ છેતરપિંડી કરતા અડાજણના પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ એકને ઊંચકી પણ લાવી હતી. ચોકબજાર આહિયાના એપા.માં રહેતા મહમંદ શોયેબ શેખ પાલનપોર પાટિયા સ્થિત ફોનબુક નામની મોબાઇલની દુકાનમાં નોકરી કરે છે. તેને લોનની જરૂરિયાત હોઇ તેની માતા એક ફાઇનાન્સર પાસેતી સવૈષ યોગેશ રાજદેવ નામના યુવાનનો મોબાઇલ ફોન લઇ આવી હતી. તેનો સંપર્ક કરવામાં આવતાં 24મી ફેબ્રુઆરીએ સવૈષ આ દુકાન ઉપર પહોંચ્યો હતો અને મહમંદને બે લાખની લોન અપાવવાની પ્રોસિજર કરી હતી.
બંનેના આગલા મહિને હપતા આવતાં આ યુવાનને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો
2000 રૂપિયા કપાઇને 1.98 લાખની એમાઉન્ટ બેન્કમાં જમા થશે તેવું જણાવવામા આવ્યું હતું, પરંતુ વધારાના છ હજાર કપાઇને જતાં લોન કેન્સલ કરવા મહમંદે કહ્યું હતું. લોન કેન્સલ કરાવવાનું કહી આ એજન્ટે પોતાના એકાઉન્ટમાં 1.92 લાખ ટ્રાન્સફર લઇ લીધા હતા. એટલું જ નહિ તેના ડોક્યુમેન્ટ ઉપર 50 હજારનો મોબાઇલ ફોન પણ પે-ટેલ ફાઇનાન્સમાંથી લોન ઉપર લેવાયો હતો. બંનેના આગલા મહિને હપતા આવતાં આ યુવાનને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો.
છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે યોગેશ રાજદેવને અટકાયતમાં લીધો
ગોપીપુરાની ભાવનાબેન પ્રકાશ શાહ અને રાંદેર સંત તુકારામ સોસાયટી-06માં રહેતી અંજલીબેન શંકર કુમકરને પણ લોન અપાવવાનું કહી તેમના ડોક્યુમેન્ટસ ઉપર 70-70 હજારની કિંમતના મોબાઇલ ફોન લોન ઉપર લઇ લીધા હતા. અડાજણ સ્તુતિ હરિષ્ઠામાં રહેતા સવૈષ અને તેના પિતા યોગેશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે યોગેશ રાજદેવને અટકાયતમાં લીધો હોવાનું જાણવા મળે છે.