ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : બેફામ દોડતા વાહનોને કારણે બનતા અકસ્માતને લઈને મેયર એક્શનમાં , અધિકારીઓને આપી આ સૂચનાઓ

Text To Speech

સુરત શહેરમાં વધતા જતા અકસ્માતને પગલે મેયર હેમાલી બોઘાવાલા એક્શનમા આવ્યા છે. જે અંતર્ગત તેઓએ મુલાકાતનો દોર શરુ કર્યો છે. મેયરે ગૌરવપથ બાગબાન સર્કલ અડાજણ વિસ્તારની અંદર આજે સ્થળ મુલાકાત કરી હતી. અને સ્થળ મુલાકાત કરીને યોગ્ય નિરાકરણ લાવવા જરુરી પગલા લેવા સુચનો કર્યા હતા.

વધતા જતા અકસ્માતને લઈને મેયર હરકતમાં

સુરત શહેરમાં બેફામ દોડતા વાહનોના કારણે બનતી અકસ્માતની ઘટનાના પગલે સુરત મેયર હેમાલી બોઘાવાલા એક્શનમાં આવ્યા છે. હેમાલી બોઘાવાળાએ આજે જાતે પાલ આરટીઓ અને ગૌરવ પથ રોડ પર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન પાલ આરટીઓ અને ગૌરવ પથ પર બનેલી અકસ્માતની ઘટનાને લઈ મેયરે સ્થળ પર જઈને નિરિક્ષણ કર્યું હતું. અને સાથે શહેર ટ્રાફિક પોલીસ અને પાલિકા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

સુરત મેયર-humdekhengenews

મેયરે અધિકારીઓને કર્યા આ સુચનો

મેયરે સીસીટીવી કેમેરાથી સઘન મોનિટરિંગ કરવા, ભારે વાહનોનો સમય નિર્ધારિત કરવો, ભારે વાહનોની ગતિ મર્યાદાને અંકુશમાં મુકવા, જરૂરી અંતરે સ્પીડ બ્રેકરો મુકવા જેવી બાબતે સૂચન કર્યા હતા.

પાલ રોડ પર 15 દિવસમાં 3 અકસ્માત

ઉલ્લેખનીય છે કે શહેરના પાલ રોડ પર 15 દિવસમાં 3 અકસ્માતની ઘટના સામે આવી છે. આમ બેફામ બનીને હંકારાતા ભારે વાહનચાલકોની બેદરકારીના કારણે આ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા અને પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશતા વાહનો સામે કાર્યવાહી કરવા સુરત મેયરે લાલ આંખ કરી છે. અને મેયરે અકસ્માતની ઘટનાઓને રોકવા જરૂરી કાર્યવાહી અને પગલાં ભરવા પણ આદેશ આપ્યા હતા

મેયરની સાથે આ અધિકારીઓ પણ રહ્યા હાજર

પાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, બીઆરટીએસ શેલના અધિકારીઓ તેમજ શહેર ટ્રાફિક પોલીસ શાખાના ડીસીપી અમીતા વાનાણી પણ હાજર રહ્યા હતા. ​​​​​​

આ પણ વાંચો : સુરત : ક્રુરતા પૂર્વક માસુમ પુત્રીની હત્યા કરનારી માતાનું જેલમાં મોત

Back to top button