માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ છે. જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ લીધો ભાગ લીધો છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી છે. સુરતના માંડવી તાલુકાના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધાનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું છે.
To ride on a horse is to fly without wings.
Attended the "2023" Horse riding competition organised by Tiger Horse Group in Surat, today. pic.twitter.com/D3v26R2s12
— Harsh Sanghavi (@sanghaviharsh) February 12, 2023
પીપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
માંડવી તાલુકાના પીપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટાઈગર હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 5 કેટેગરીમાં અશ્વ સ્પર્ધાને પ્રસ્થાન કરાવ્યું હતું. યોજાયેલ સ્પર્ધામાં ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 3૦૦ જેટલા અશ્વ પ્રેમીઓએ ભાગ લીધો હતો.
મોટી સંખ્યામાં અશ્વ પાલકોએ ભાગ લીધો
અશ્વ સ્પર્ધાનું મુખ્ય હેતુ કે અસ્વ એ દેવી શક્તિનું રૂપ છે અને વર્તમાન સમયમાં અશ્વ પાલન લુપ્ત થતું જાય છે. જેને લઇ લોકોમાં અશ્વ પાલનનું ક્રેઝ વધે અને લોકો અશ્વ પાલન તરફ વળે એ માટે દરવર્ષે અશ્વ સ્પર્ધાનું આયોજન કરાઈ છે. અને મોટી સંખ્યામાં અશ્વ પાલકોએ ભાગ લીધો હતો.
આખુ મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું
દર વર્ષે પીપરીયા ગામે તાપી નદીના તટ પર ટાઇગર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજેસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલાં અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા અશ્વો માલિકોને ટ્રોપી અને રોકડ રકમ આપી સમ્માનિત કરાયા હતા. જોકે આ અશ્વ દોડ સ્પર્ધામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપવા આવતા આખુ મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.