સુરત ખાતે જીએસટી વિભાગે ત્રણ મહીનામાં 150થી વધુ બોગસ રજીસ્ટ્રેશન રદ કર્યા છે. તેમજ જીએસટી વિભાગ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યુ છે. તેમજ મોટાભાગની પેઢીઓ સુરતના બહારના લોકોના નામે રજિસ્ટર્ડ છે.
આ પણ વાંચો: વડોદરા: શિવરાત્રિના પર્વે શિવ પરિવારની 8.5 ટનની નયનરમ્ય પ્રતિમા જોવા ભક્તોની ભીડ જામી
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન શરુ
જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ બોગસ પેઢીઓ દ્વારા રાજ્યભરમાં ફેલાયેલા બોગસ પેઢીઓના નેટવર્કને તોડી પાડવા માટે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદ પેઢીઓ પર મોટાપાયે રિફિકેશનની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCને છેલ્લા ચાર દિવસમાં રૂ.37 કરોડની આવક થઇ, જાણો કેવી રીતે
બોગસ પેઢીઓ પાસેથી બિલ ખરીદી કરનારા વેપારીઓને નોટિસ
જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહીનામાં વિભાગે બોગસ બિલિંગ કરી આઇટીસી પાસ-ઓન કરનારા આશરે 150 જેટલી પેઢીઓનું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યુ છે. હવે વિભાગ બોગસ પેઢીઓ પાસેથી બિલ ખરીદી કરનારા વેપારીઓને નોટિસ મોકલી રિકવરીની કામગીરી કરી રહ્યુ છે. તેની સાથે જ બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ કરનારાઓને શોધી કાઢવા માટે પણ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: “પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં
કેટલાકને દર મહીને 10 હજાર રુપિયા આપવાની લાલચ આપી
જીએસટી વિભાગ દ્વારા બોગસ પેઢીઓ સામે શરુ કરવામા આવેલી કાર્યવાહીમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાનું જીએસટી આઇટીસી કૌભાંડ ઝડપી પાડવાની સાથે જ તેમાં સામેલ 150થી વધુ બોગસ પેઢીઓનું રજીસ્ટ્રેશન પણ રદ કરી દીધુ છે. હવે અધિકારીઓ મુખ્ય ભેજાબાજોને ઝડપી પાડવા એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. અત્યાર સુધી ડિપાર્ટમેન્ટે જે બોગસ પેઢીઓ ઝડપી પાડી છે તેમાં તપાસ દરમિયાન જે લોકોના નામે પેઢીઓ રજિસ્ટર્ડ હતી તે પૈકી મોટાભાગના લોકોને આ અંગે કોઇ માહિતી જ નહીં હોવાનું જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેટલાકને લોનની લાલચ તો કેટલાકને દર મહીને 10 હજાર રુપિયા આપવાની લાલચ આપીને ભેજાબાજોએ ડોક્યૂમેન્ટ મેળવી લીધા હતા. હાલ તમામ ભેજાબાજો લાપતા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા એટીએસની મદદથી અને અન્ય ઇન્ટેલિજન્સના આધારે તેમને શોધવા માટેના પ્રયાસો શરુ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ભડકો
મોટાભાગની પેઢીઓ સુરત બહારના લોકોના નામે રજીસ્ટર્ડ
ઉલ્લેખનીય છે કે સુરતમાં જે બોગસ પેઢીઓ ઝડપાઇ છે તેમાં મોટાભાગની પેઢીઓ સુરત બહારના લોકોના નામે રજીસ્ટર્ડ છે. જેને વેરિફિ કેશન માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જીએસટી નંબર અન્ય રાજ્યના પરંતુ કાગળ પરનો વેપાર સુરતમાં બોગસ બિલીંગ કરનારાઓને જીએસટી નંબર મેળવવામાં તકલીફ પડી રહી હોવાના કારણે ગુજરાત સિવાય અન્ય રાજ્યના નંબર લઇને જીએસટીમાં બોગસ બિલીંગ કરી રહ્યા હોવાની હીકકતો જાણવા મળી છે. જોકે આ તમામ જીએસટી નંબર લીધા બાદ કાગળ પર કરવામાં આવતો વ્યવહાર સુરતથી જ કરવામાં આવતો હોય છે. પરંતુ નંબર અન્ય રાજ્યનો હોવાથી વિભાગને પણ તપાસમાં મુશ્કેલી પડતી હોય છે.