ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત: ગટરમાં ઉતરેલા મહિલા સહિત ચાર શ્રમિકો ગૂંગળાયા, 1નું મોત

Text To Speech

સુરતમાં પાલ વિસ્તારમાં વહેલી સવારે ગટરમાં ચાર જેટલા શ્રમિકો ઉતરતા ગૂંગળાઈને બેભાન થઈ ગયા હતા. જેમાંથી ત્રણને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1 શ્રમિકનું મોત થઈ ગયું છે આ ઘટનાની જાણ થતા જ શ્રમિકોના પરિજનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. હાલ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધી છે.

ગટરમાં ચાર જેટલા શ્રમિકો ગૂંગળાયા

મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર આવેલા ખેતરમાં પાણી માટે ગટરમાં મોટર મૂકીને પાણી ખેંચવામાં આવતું હતું. આ દરમિયાન અચાનક મોટરમાંથી પાણી આવતું બંધ થઈ ગયું હતું. જેથી એક શ્રમિક મોટર ચેક કરવા અંદર ઉતર્યો હતો. જે બાદ એક પછી એક કરીને 4 શ્રમિકો અંદર ઉતર્યા હતા. આમ 20 ફૂટથી વધુ ઊંડી ડ્રેનેજમાં ઉતરેલા શ્રમિકોના શ્વાસ ગૂંગળાતા તેઓ અંદર જ બેભાન થઈ ગયા હતા. જેના કારણે અહીં ભાગદોડ મચી હતી.

ત્રણ સારવાર હેઠળ, 1નું મોત

આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ અહીં આવી પહોંચી હતી અને સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.ફાયર ટીમને ચારમાંથી ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક 1 શ્રમિકનું મોત થઈ ગયું હતું, આ ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ધટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય જાહેર કરાયો

Back to top button