ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: કામરેજના ભાજપના પૂર્વ MLA વી.ડી. ઝાલાવડિયાની મિલકત જપ્ત થશે

Text To Speech

કામરેજના ભાજપના પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાની મિલકત જપ્તીનું કોર્ટનું વોરંટ છે. જેમાં MLAના ડ્રાઈવરે પાર્ક કરેલી ટ્રક પાછળ અથડાતા યુવકનું મોત થયું હતું. તથા મૃતક યુવકના પરિવારને વળતર નહીં ચૂકવતા કોર્ટનો ફરી આદેશ છે. તથા કોર્ટમાં અકસ્માત મોત અંગેની ફરિયાદ કરી રૂ.31 લાખના વળતરની માંગણી કરી છે.

આ પણ વાંચો: અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો, ગૃહિણીના બજેટ પર માર પડ્યો

મિલકત જપ્ત કરવાનું વોરંટ કોર્ટે ફરી ઈશ્યૂ કર્યું

કામરેજ વિધાનસભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાની મિલકત જપ્ત કરવાનું વોરંટ કોર્ટે ફરી ઈશ્યૂ કર્યું હતું. અકસ્માતમાં મોતને ભેટલા યુવાનના પરિવારને 15 લાખ નહીં ચૂકવતા 24.75 લાખની મિલકત જપ્ત કરવા માટે કોર્ટ દ્વારા ફરી આદેશ આપવામાં આવ્યો હતો. નાના વરાછા વિસ્તારમાં સરસ્વતી વિહાર સોસાયટીમાં રહેતા વીનુ ડાહ્યાભાઈ ઝાલાવડિયાની માલિકીની ટ્રક (નં. જીજે-05-એયુ-5645) વર્ષ 2016ના 22 ફેબ્રુઆરીએ પુણા-સીમાડા રોડ પર રોંગ સાઈડ પાર્ક થઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી બાબતે આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં મોટો ફેરફાર થશે

પરિવારના સભ્યો તથા ટ્રક ડ્રાઈવરને રૂ. 15.49 લાખનું વળતર

રોંગ સાઈડ પાર્ક કર્યા બાદ ટ્રકનો ડ્રાઈવર જેમાલ નરસિંગ દોઢિયા ટ્રકનું કોઈ પણ સિગ્નલ, બ્રેકલાઈટ, ઈન્ડિકેટર કે રિફ્લેક્ટર બતાવ્યા વગર ટ્રક મૂકી જતો રહ્યો હતો. રાત્રીના વરાછાના ધરમનગર પાસે વિશાલનગર ખાતે રહેતા હિરેન લિંબાણી ટ્રક સાથે અથડાતા તેને ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું. હિરેનના મોતને પગલે તેના પરિવાર દ્વારા એડવોકેટ મારફતે જેમાલ દોઢિયા, વી. ડી. ઝાલાવડિયા અને તેના પુત્ર સામે કોર્ટમાં અકસ્માત મોત અંગેની ફરિયાદ કરી રૂ.31 લાખના વળતરની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા ગત વર્ષે તા.31 માર્ચે આરોપી વી. ડી. ઝાલાવડિયા, તેના પરિવારના સભ્યો તથા ટ્રક ડ્રાઈવરને રૂ. 15.49 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે મૃતકના પરિવારને ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો.

Back to top button