ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરત : પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પ બદ્ધ થયા…

Text To Speech

સુરત જીલ્લા માં સમાવિષ્ઠ વિધાન સભા મતદાર મંડળ માં તા.01/12/2022ના રોજ યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અનુસંધાને જિલ્લામાં પાંચ લાખ માતા-પિતા એવા વાલીઓ એ આગામી તા.01/12/2022 ના રોજ પહેલાં મતદાન પછી બીજું કામના સંકલ્પ કર્યો છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી આજે મહાદેવને શરણે, જાણો સમગ્ર કાર્યક્રમ

પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પબધ્ધ થયા..... - humdekhengenews

1932 શાળા ના પાંચ લાખ વિદ્યાર્થી ઓ એ વાલીઓ ને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

ચૂંટણી મતદાન જાગૃતિ માટેના સ્વીપ નોડલ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.દીપક દરજી એ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાંની 194 ગ્રાન્ટેડ શાળાઓ, 800 સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, 938પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા 5 લાખ સંકલ્પ પત્રો અપાયા હતા.

પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પબધ્ધ થયા..... - humdekhengenews

જેમાં વાલી દ્વારા સંકલ્પબદ્ધ થઈ અને સહી કરીને શાળામાં પરત કર્યાં તે મુજબ પાંચ લાખ વાલીઓએ મતદાન કરવા મક્કમતા વ્યક્ત કરી હતી.તે મુજબ શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી પાંચ લાખ વાલીઓમાં પહેલાં મતદાન પછી બીજું કામની જાગૃતિ કેળવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો : IND vs NZ T20 : સૂર્યકુમારની સદી સાથે ન્યુઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ, સાઉદીએ લીધી હેટ્રીક

Back to top button