સુરત : પ્રાંત અધિકારીના ઘરમાં ધડાકાભેર આગ લાગી, અધિકારીના પત્ની અને પુત્ર ઈજાગ્રસ્ત
સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર સુરતમાં આગની ઘટના સામે આવી છે. જેમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પ્રાંત હાઉસમાં રહેતા પ્રાંત અધિકારીના ઘરે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો.પ્રાંત હાઉસના કિચનમાં બ્લાસ્ટ થતા પ્રાંત અધિકારીને પત્ની અને પુત્રને થઈ ઇજા પહોંચી હતી.
પ્રાંત અધિકારીના ઘરે બ્લાસ્ટ થયો
સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પ્રાંત હાઉસમાં રહેતા પ્રાંત અધિકારીના ઘરે વહેલી સવારે 5.38 વાગ્યે બ્લાસ્ટ થયો હતો, ઘટના વલસાડ ફોરેસ્ટ ઓફિસર મનીશ્વર રાજાના બંગલામાં બની હતી. પ્રાંત હાઉસના કિચનમાં બ્લાસ્ટ થતા પ્રાંત અધિકારીની પત્ની અને તેમના 3 વર્ષીય પુત્રને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : રાજકોટમાં ડેન્ગ્યૂ બન્યો જીવલેણ, 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત
ફાયરનો ફાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવ્યો
કિચનમાં રહેલ ગેસ લાઈનમાં લીકેઝને લઈ બ્લાસ્ટ થયો હતો, ધડાકાભેર બ્લાસ્ટ થતા લોકો બહાર દોડી આવ્યા હતાં. અને આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી, ફાયર વિભાગને જાણ થતા ફાયરનો ફાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. આ સાથે ઘટનાને લઈ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ગેસ લાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી.
બ્લાસ્ટની ઘટનામાંમોટા પ્રમાણમાં નુકસાન
બ્લાસ્ટની આ ઘટનામાંમોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દિવાલ પણ થઈ ધરાશાયી થઈ હતી અને બારીના કાચ પણ તૂટી પડ્યા હતાં. હાલ આ મામલાની તપાસ કરવામા આવી રહી છે.
આ પણ વાંચો : ડેપ્યુટી ડી.ડી.ઓ. નિવૃત થયા બાદ પ્રાકૃતિક ખેતી શરુ કરી, પર્યાવરણ સંરક્ષણ સાથે મેળવે છે લાખોની આવક