સુરત : ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા મહિલા પ્રોફેસરનો આપઘાત
- મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો
- ન્યૂડ ફોટા વાયરલ કરવાની વારંવાર મળતી હતી ધમકી
- પોલીસે 3 મોબાઈલ નંબરધારકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
સુરતમાં મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલા પ્રોફેસરને અજાણ્યા શખ્સો બ્લેકમેલ કરી રહ્યા હતા. આ શખ્સો મહિલા પ્રોફેસરને વારંવાર ન્યૂડ ફોટા વાયરલ કરવાની વારંવાર ધમકી આપતા હતા. જેના કારણે મહિલાએ આ પગલુ ભર્યું હોવાનુ સામે આવ્યું છે.
મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં ખુલાસો
મહિના પહેલા જહાંગીરપુરામાં રહેતી આસિટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ મામલે હાલ ચોંકાવનારી માહિતી સામે આવી છે. મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી મળતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલા પ્રોફેસરના પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. પિતાની ફરિયાદને આધારે પોલીસે 3 મોબાઇલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
ન્યૂડ ફોટો વાઇરલ કરવાની આપી ધમકી
ઉલ્લેખનીય છે કે 16મી માર્ચે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે એક 25 વર્ષીય પરિણીતાએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.આપઘાતના એક દિવસ પહેલા તેને નાની બહેનના મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ કર્યો હતો. અને આ મેસેજમાં તેને એક સ્ક્રીનશોટ મોકલ્ય હતો જેમાં તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીત કરી છે. આ મામલે તાત્કાલિક નાની બહેનએ મોટી બહેનને વાત કરી હતી.જેમાં તેને જણાવ્યુ હતુ કે મે મારા મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં એક્સેસમાં કોન્ટેકટ એસએમએસમાં યસ કરેલું હતું.જેથી મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલીંગ કરી ખોટા મેસેજ કરે છે. અને મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મારી પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્ફર કરાવ્યા હતા”.
3 મોબાઈલ નંબરધારકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ
આ બ્લેકમેલિંગથી મહિલા કંટાળી ગઇ હતી અને માનસિક તણાવમાં રહેતી હતી.નાની બહેનને સમગ્ર બાબતની જાણ કર્યા બાદ બીજા દિવસે તેને ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. જેથી મહિલાના પિતાએ આ અજાણ્યા મોબાઇલ નંબર ધારક ઉપરાંત તેણીને બદનામ કરવામાં પતિ અને સાસરીયાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરતી ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાવી છે.પિતાની ફરિયાદને આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ કે મહિલા પ્રોફેસરને 3 નંબરોથી જે વોટ્સએપ કોલ આવ્યો હતો તે નંબરો પાકિસ્તાનના છે. અને આ ટોળકીઓ ગેરકાયદેસર એપ્લીકેશન થકી લોકોને ઠગતી હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. હાલ પોલીસે આ 3 મોબાઈલ નંબરધારકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સહકારી ક્ષેત્રમાં ભાજપ અગ્રેસર ! છોટાઉદેપુરના સહકારી આગેવાનોએ કોંગ્રેસને કર્યા રામ-રામ