સુરત: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાધો: હોસ્પિટલ સંકુલમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું


સુરત, 2 માર્ચ, 2025: દેશ વિદેશમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા બની ગઈ છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. મૃતકને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આજે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે ડાલ સામે આવ્યું નથી.
આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસકર્મીનું નામ શેતલ ચૌધરી છે. જેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અઠવાલાઈન્સ સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસસ્થાને એકલા હતા ત્યારે જ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગીટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો….PM મોદી જામનગરની મુલાકાતે: બપોરે સોમનાથ દાદાનાં દર્શન કરશે