ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણવી અધિકારીઓને ભારે પડી

  • મહેફીલ કેસમાં 3 અધિકારીઓને કોર્પોરેશને સસ્પેન્ડ કર્યા છે
  • તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી
  • દારૂની મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણવી અધિકારીઓને ભારે પડી છે. જેમાં મહેફીલ કેસમાં 3 અધિકારીઓને કોર્પોરેશને સસ્પેન્ડ કર્યા છે. તેમજ અન્ય એક કર્મચારીને ફરજ મુકત કરાયો છે. સસ્પેન્ડેડ 3 સ્વિમિંગ ઈન્સ્પેક્ટરની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળવા હવે જાણે કે સામાન્ય વાત, વધુ 10 પેકેટ મળી આવ્યા

સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ આરંભી

સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશને સસ્પેન્ડ કર્યા છે.આ ઘટનામાં એક અધિકારીને ટર્મિનેટ કરવામાં આવ્યો છે.તો ત્રણે સ્વિમિંગ ઇન્સ્પેકટર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.દારૂની મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને સિંગણપોર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાથી એક જાગૃત નાગરીકે રેડ પાડી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અધિકારીઓ દારૂ પીતા હતા. રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ આરંભી હતી.

તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી

સીંગણપોરના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સીનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Back to top button