ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: સ્મીમેર હોસ્પિટલમાં ડોકટરો ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત અને દર્દીઓ લાંબી લાઇનોમાં ત્રસ્ત

Text To Speech
  • ચાલુ ઓપીડીનો દરવાજો બંધ કરીને ડોક્ટરો નાસ્તો કરવા બેસી ગયા
  • દર્દીઓ અને તેમના સંબંધીઓએ હાલાકી વેઠવી પડી હતી
  • સર્જરી વિભાગના ડોકટરોને આ અંગે નોટીસ ફટકારીને ખુલાશો માંગ્યો

સુરતની સ્મીમેર હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે. જેમાં ડોકટરો ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત અને દર્દીઓ લાંબી લાઇનોમાં ત્રસ્ત થતા લોકોને હાલાકી પડી રહી છે. તેમાં સ્મીમેરમાં ચાલુ ઓપીડીનો દરવાજો બંધ કરીને ડોક્ટરો નાસ્તો કરવા બેસી ગયા હતા.

દર્દીઓ અને તેમના સંબંધીઓએ હાલાકી વેઠવી પડી હતી

મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના ચાલુ ઓપીડીમાં ડોકટરો દરવાજાઓ બંધ કરીને એક સાથે ચા- નાસ્તો કરવા જતા રહ્યા હતા. જેના લીધે ઓપીડીની બહાર દર્દીઓની લાંબી લાઇન લાગતા દર્દીઓ અને તેમના સંબંધીઓએ હાલાકી વેઠવી પડી હતી. સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સર્જરીની ઓપીડીમાં વિવિધ તકલીફો પીડાતા દર્દીઓ સારવાર માટે આવ્યા હતો. જેમાં અમુક દર્દીઓને તો તેમના સંબંધીઓ કે પરિચિત વ્યકિતઓ લઇને ઓપીડીની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે આ ઓ.પી.ડીમાંથી ઘણા ડોકટરો બહાર જઇને એક રૂમનો દરવાજો બંધ કરીને ભેગા થયા હતા. જોકે ચાલુ ઓપીડી છોડીને એક સાથે ઘણા ડોકટરો એક રૂમમાં જઇને ચા-નાસ્તો કરવા ગયા હતા. જેથી ઓપીડી બહાર દર્દીઓને રઝળતા છોડીને જતા રહેતા ત્યાં લાંબી લાઇન લાગી હતી.

ફરી આવુ નહી કરવા માટે સુચના આપવામાં આવી હતી

બાદમાં ઘણા સમય પછી ડોકટરો નિરાંતે ચા નાસ્તાનો કરીને ઓપીડીમાં ગયા હતા. આવા સંજોગોમાં દર્દીઓ સમયસર સારવાર મળી નહી, દર્દીઓને ઘણા સમય સુધી લાઇનમાં ઉભા રહેવુ પડયું હતું. જેના લીધે દર્દીઓ અને તેમના સંબંધીઓ હેરાન પરેશાન થઇને તકલીફ વઠી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ડોકટરો રિફ્રેશમેન્ટ, ચા નાસ્તો કરવું એ કોઈ ખોટું નહીં, પરંતુ એક સાથે જવાને બદલે વારાફરતી જવું જોઈએ. અને તેઓ દર્દીઓને ચેકએપ કરવાનું ચાલુ રાખવુ જોઇતુ હતું. જયારે સ્મીમેરના અધિકારીએ કહ્યુ કે, સર્જરી વિભાગના ડોકટરોને આ અંગે નોટીસ ફટકારીને ખુલાશો પુછવામાં આવ્યો હતો કે આવુ કેમ કર્યુ, ફરી આવુ નહી કરવા માટે સુચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ભીખારીના વેશમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઇ 

Back to top button