“બેવફા વાઈફ મારી”: પત્નીથી કંટાળી સુરતમાં ડોક્ટરે ડાબા હાથમાં ઈંજેક્શન મારી આપઘાત કર્યો

સુરત, 10 નવેમ્બર 2025: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રુમમાંથી એક ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ડોક્ટરે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈંજેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બનાવ પાછળ ઘરકંકાસ કારણભૂત હોય તેવું જણાઈ રહ્યું છે. ડોક્ટર પાસેથી મળેલી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો મૂળ અમરેલીના રાજુલાના ખખબાઈ ગામના વતની અને હાલમાં ડિંડોલીમાં આવેલા ખોડિયાર રેસિડન્સીમાં રહેતા 33 વર્ષિય ડો. ભાવેશ રાહુલ ભાઈ કવાડ હોમિયોપેથિક ડોક્ટર હતા અને કિરણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. હાલમાં તેમની પત્ની અમદાવાદમાં નોકરી કરે છે. નિ: સંતાન ડોક્ટર ભાવેશ કવાડ ગોડાદરા વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી હોટલની નેસ્ટ આઠ નંબરની રુમમાં શુક્રવાર રાતે રોકાયા હતા. પણ બીજા દિવસે સવારે ચેકઆઉટ ન થતાં હોટલ સંચાલકે તેમને ફોન કર્યો. જ્યારે તેમણે કોલ રિસીવ ન કર્યો તો હોટલના કર્મચારીને શંકા ગઈ.












