સુરત જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળ્યું, વરસાદી પાણી ભરાતા શાળાએ જતા ભૂલકાઓ અટવાયા
રાજ્યમાં ચોમાસાની શરુઆત ધોધમાર વરસાદથી થઈ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ચોમાસાના પહેલા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ પહેલા સુરત જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યું છે. સુરતમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં ભારે વરસાદ, સ્કૂલ બસ ફસાતા બાળકોને હાલાકી
સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી હતી. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે અશ્વિની કુમાર વિસ્તારમાંથી સ્કૂલે જવા માટે પસાર થતા બાળકો અટવાયા હતા. અહી શાળાની બહાર જ ઢીંચણસમા પાણી ભરાઇ જવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વાલીઓએ બાળકોને પોતાના કેડ ઉપર ઊંચકીને શાળામાં પ્રવેશ કરાવવાની ફરજ પડી હતી.
રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ જળશયોમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થવા આવ્યા છે. રાજ્યમા વરસાદની વાત કરવામા આવે તો રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છ- સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : ABVP દ્વારા શાળા કોલેજોમાં દબાણ કરીને વિદ્યાર્થીઓને સદસ્ય બનાવાઈ રહ્યા છે: આપ CYSS