દક્ષિણ ગુજરાતહેલ્થ

સુરત ડાયમંડ હોસ્પિટલની પહેલ,’ચહેરો ઉજવે આનંદ ઉત્સવ’

Text To Speech

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિદ્યા હોસ્પિટલ દ્વારા ડાયમંડ હોસ્પિટલમાં 60 વર્ષથી ઉપરના અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવનાર પરિવારના સભ્યને એક વર્ષ સુધી દાંતની સારવાર મફતમાં કરી આપવામાં આવશે.ભારતના કોઈ પણ ખૂણે રહેતા લોકોને સારવાર કરી આપશે.

જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650 થી વધુ દર્દીઓને બજારમાં 25 થી 35 હજાર રૂપિયાની ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે. ઉદ્યોગપતિ મુકેશ પટેલની પ્રેરણાથી ડાયમંડ હોસ્પિટલની આ ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમનું “ચહેરો ઉજવે આનંદ ઉત્સવ’ નામકરણથી આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે.

Surat Diamond Hospital teeth treatment

ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ)બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની સેવાના કાર્યો હાથ પર લીધા છે તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે.બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.

આ પણ વાંચો : KD હોસ્પિટલ અમદાવાદ દ્વારા ફેફસાને લગતા રોગ અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો શુભારંભ

Back to top button