ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

સુરતઃ પહલગામનો વીડિયો વિવાદી નિવેદન સાથે શેર કરનાર દીપેન પરમારની ધરપકડ

સુરત, 12 મે, 2025: ગુજરાત પોલીસે સુરતના એ વેપારીની ધરપકડ કરી લીધી છે જેમણે પહલગામમાં ઈસ્લામિક આતંકી હુમલા સમયનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા ઉપર વિવાદાસ્પદ લખાણ સાથે પોસ્ટ કર્યો હતો.

હિન્દુસ્તાન નામના ન્યૂઝ પોર્ટલે પીટીઆઈ સમાચાર સંસ્થાનો હવાલો આપીને આ સમાચાર આપ્યા છે. આ અહેવાલ અનુસાર ગુજરાત પોલીસે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર ‘આપત્તિજનક’ વીડિયો શેર કરવાના આરોપસર સુરતના એક વેપારીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 40 વર્ષીય દીપેન પરમાર તરીકે થઈ છે, અને તેની ધરપકડ અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ રવિવારે કરી હતી, જ્યારે તેણે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો પોસ્ટમાં એવો સંદેશ હતો કે “પહેલગામ આતંકવાદી હુમલો પૂર્વ આયોજિત હતો અને આતંકવાદીઓના માસ્ટરમાઇન્ડ ભારતમાં રહે છે.” અમરોલી પોલીસે એક નિવેદનમાં કહ્યું કે પરમારે ‘જાગો ઇન્ડિયા’ ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા વીડિયો દ્વારા અસબંધિત અને ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 197 (1) (ડી) હેઠળ, ભારતની સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા કે સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ખોટી કે ભ્રામક માહિતી પ્રકાશિત કરવા બદલ FIR નોંધી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે પરમારની સોશિયલ મીડિયા ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે તેનો કોઈ આતંકવાદી સંગઠન સાથે કોઈ સંપર્ક છે કે નહીં. હાલ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલુ છે. નોંધનીય છે કે 22 એપ્રિલે પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ હુમલો કરીને 26 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ પછી ભારતે જવાબી કાર્યવાહી તરીકે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા.

દરમિયાન, ગુજરાત પોલીસે ઓપરેશન સિંદૂર અંગે સોશિયલ મીડિયામાં ભારત વિરોધી લખાણો લખનાર 14 જણ સામે FIR દાખલ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ઓપરેશન સિંદૂર દરમિયાન રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button