ગુજરાતદક્ષિણ ગુજરાત

બિહારના CMને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

Text To Speech

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરીને જાનથી મારી નાખવાની ઘમકી આપનાર આરોપીને સુરત ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. ધમકી આપનાર આરોપી અંકિત મિશ્રાને સુરત ક્રાઈમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાંથી પકડી લીધો છે.

બિહારના સી એમને ધમકી આપનાર ઝડપાયો

પ્રાપ્ત જાણકારી મુજબ મીડિયાના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની સુરત ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આ આરોપીની ધકપકડ બાદ તેને બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે પકડેલ આ આરોપીનું નામ અંકિત મિશ્રા છે. જેને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે બિહાર પોલીસે આ મામલે પટનાના સચિવાલય ખાતે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

સુરત પોલીસ-humdekhengenews

મોબાઈલમાથી અનેક હાઇપ્રોફાઈલ લોકોના નંબર મળ્યા

મળતી માહીતી મુજબ આ આરોપીનું નામ અંકિત મિશ્રા છે. સુરતના રસ્તા પર રહેતો અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.બિહાર પોલીસની આપેલ જાણકારી બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે પુરાવાના આધારે આ આરોપીની ધરપકડ કરી દીધી હતી.અને તેની તપાસ કરતા તેના મોબાઈલમાંથી અનેક હાઇપ્રોફાઈલ લોકોના નંબર પર પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : મહેસાણામાં ઈકો કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત

Back to top button