સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 1 કરોડનું MD ડ્રગ્સ સપ્લાય કરનારાની મુંબઈથી ધરપકડ
- ક્રાઈમ બ્રાંચે આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત, 16 નવેબર: સુરત ક્રાઈમ બ્રાન્ચને “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શહેરના લાલગેટ વિસ્તારમાંથી 1 કરોડથી પણ વધુની કિમંતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. જે ગુનામાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સુત્રધારને મહારાષ્ટ્ર-મુંબઈથી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હવે ક્રાઈમ બ્રાંચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
“NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરવાના ઇરાદે 1 કરોડની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપી હસન ઉર્ફે હસન બાબા હારૂન શેખને મહારાષ્ટ્ર ખાતેથી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/kwK0xwvBJq
— Surat City Police (@CP_SuratCity) November 15, 2024
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં લાલગેટ પોલીસ મથક વિસ્તારમાંથી તારીખ 29 નવેમ્બરના રોજ 1 કરોડથી પણ વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો SOG પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન આ ગુના હેઠળ ચાલી રહેલી તપાસમાં MD ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્યસુત્રધાર હસન ઉર્ફે હસન બાબા હારુન શેખ મળી આવ્યો નહોતો. જેથી આ મામલે નામદાર કોર્ટ દ્વારા તેનું CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આરોપી મુંબઈના કોપરખેરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ 30 વર્ષીય આરોપી હસન ઉર્ફે હસન બાબા હારુન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો.