નેશનલ

સુરત કોર્ટનો નિર્ણય ગાંધી પરિવારના મોઢા પર થપ્પડ : સંબિત પાત્રા

  • રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ ભાજપે સાંધ્યું નિશાન
  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આપ્યું નિવેદન
  • કોર્ટના નિર્ણયથી OBC સમાજમાં ખુશીની લહેર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીની સજી પર સ્ટેની અરજીને ફગાવી દીધી હતી અને નીચલી અદાલતે આપેલ સજાને યથાવત રાખી છે. ત્યારે કોર્ટના આ ચુકાદા બાદ ભાજપ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનું આ અંગે નિવેદન સામે આવ્યું છે.

સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સાંધ્યુ નિશાન

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી સામે માનહાનીના કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપ્યા બાદ તે સંબિત પાત્રાનું નિવેદન સામે આવ્યું છે. સંબિત પાત્રાએ જણાવ્યું છે કે  ‘આજે સુરત કોર્ટના નિર્ણયથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. જે પછાત વર્ગ માટે રાહુલ ગાંધીએ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને આ બધું કરીને ગાંધી પરિવારે વિચાર્યું હતું કે તેઓ તેનાથી દૂર થઈ જશે, પરંતુ એવું થયું નથી. કોર્ટનો નિર્ણય ગાંધી પરિવારના મોઢા પર થપ્પડ સમાન છે. આજે સુરતની કોર્ટ સાબિત કરે છે કે કાયદો બધા માટે સમાન છે’.

રાહુલ ગાંધી કેસ-humdekhengenews

OBC સમાજમાં ખુશીની લહેર

સુરત કોર્ટે રાહુલ ગાંધીને ઝાટકો આપ્યા બાદ ભાજપે તેમના પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે કોર્ટના આ નિર્ણયથી ગાંધી પરિવારનું ઘમંડ પણ ચકનાચૂર થઈ ગયું છે. સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી OBC સમાજમાં ખુશીની લહેર છે. તેમણે કહ્યું કે રાહુલ માની રહ્યો હતો કે તે આ સમાજ સાથે દુર્વ્યવહાર કરીને છટકી જશે, પરંતુ તે તેની ગેરસમજ હતી.

સંબિત પાત્રાએ કર્યા પ્રહાર

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીની સજા પર સ્ટે ન મૂકીને કોર્ટે બતાવ્યું છે કે તે કોઈના દબાણમાં આવવાની નથી. સંબિત પાત્રાએ કહ્યું કે જે રીતે કોંગ્રેસના નેતાઓએ કોર્ટમાં જઈને ભૂતકાળમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું અને જે રીતે ટ્રાયલ કોર્ટ પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા કે રાહુલને ષડયંત્ર હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, હવે તેમને આંચકો લાગ્યો છે.

આ પણ વાંચો : તલાટી પરીક્ષા : સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ, માત્ર 50 ટકા ઉમેદવારોએ જ ભર્યા સંમતિપત્ર

Back to top button