ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતઃ કાપોદ્રામાં 15 દિવસથી ખોદેલો ખાડો નહીં પુરાતા કોર્પોરેટર સેજલબેન માલવિયાએ ખાડામાં બેસીને વિરોધ કર્યો

Text To Speech

2 ફેબ્રુઆરી 2025 સુરત; મનપાના વોર્ડ નં. 4 કાપોદ્રા ખાતે જળક્રાંતિ મેદાન પાસે સુરત મહાનગરપાલિકાનું ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન છેલ્લા પંદરથી રસ્તા પાસે મસમોટો ખાડો જેમનું તેમ હાલતમાં ખોદેલો મુકી કોન્ટ્રાકટર કામ અધૂરું મુકી ગયો હતો. જેને લીધે આસપાસની સોસાયટીઓ દીનબંધુ સોસાયટી, હરીદર્શન એપાર્ટમેન્ટ, રવિદર્શન એપાર્ટમેન્ટ, ચંદ્રદર્શન એપાર્ટમેન્ટના રહીશો પુષ્કળ પ્રમાણમાં હેરાન થતાં હતાં. પાલિકામાં વારંવારની રજુઆત કરવા છતાં ખાડો પુરવામાં ન આવતા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવિયાને ફરિયાદ કરી હતી. સેજલબેન માલવિયા આજરોજ સ્થળ વિઝીટ કરી અધિકારીઓને આ બાબતે તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.

અધિકારીઓની ખો બાજીમાં સ્થાનિકો પરેશાન
સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ અને પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન કોન્ટ્રાકટર કામ અધૂરું મુકી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યાં છે. ડ્રેનેજના અધિકારી પાણી ખાતાને અને પાણી ખાતા વાળા ડ્રેનેજ વિભાગને ખો આપે છે, છેલ્લા 5 દિવસથી અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓની ખો બાજીમાં સ્થાનિકો છેલ્લા 15 દિવસ થી હેરાન થાય છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

સમયસર કામ પૂર્ણ ન થતા હેરાનગતિનો સામનો કરતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતાં અને અધિકારીઓના કાન સુધી વાત પહોંચાડવા કોર્પોરેટર સેજલબેન માલવિયાએ ખાડામાં બેસી વિરોધ દર્શાવ્યો હતો.

Back to top button