સુરત : અધિકારીની ખુરશી પર કોર્પોરેટર બેસી જતાં વિવાદ


સુરતમાં ભાજપના કોર્પોરેટરનો ખુરશી વિવાદ સામે આવ્યો છે. મનપા અધિકારીની ખુરશી પર મહિલા કોર્પોરેટર બેસી જતાં વિવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉર્વશી પટેલ ભાટપોર ગ્રામ પંચાયતની કચેરી અને હાલમાં આકારણી વિભાગ તેમજ વોર્ડ ઓફિસમાં બેસી ફરિયાદ નિરાકરણના પ્રયત્નો કરી રહ્યાં હતા ત્યારે અધિકારીની ખુરશી પર બેસતા વિવાદ થયો છે. તથા મહિલા કોર્પોરેટરનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ ફોટોમાં મહિલા કોર્પોરેટર અધિકારીની ખુરશી પર બેઠા છે જ્યારે અધિકારીઓ અન્ય કર્મચારીઓ ઊભા રહેલા છે. અધિકારી ઉભા હોવાના નામે મહિલા કોર્પોરેટરને ફોટો વાયરલ થતાં વિવાદ થયો છે. તેમાં ઉર્વશીબેને અધિકારીની ખુરશી પર બેસી વિવિધ સમસ્યા મુદ્દે ચર્ચા કરી છે. તથા ભાટપોરમાં ફરિયાદ ઉકેલવા કોર્પોરેટર અધિકારીની ખુરશી ઉપર બેસી ગયા તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રાંદેર ઝોનમાં એક કોર્પોરેટર ઝોનલ ચીફની ખુરસી પર બેઠાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો : E-Fir મામલે ગુજરાતનું આ શહેર અવ્વલ, એકજ મહિનામાં સૌથી ફરિયાદ અહીં નોંધાય
હાલમાં આકારણી વિભાગ તેમજ વોર્ડ ઓફિસમાં બેસી ફરિયાદ નિરાકરણના પ્રયત્નો કરી રહ્યાં છે. રાબેતા મુજબ આ બુધવારે પણ સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલે અધિકારીઓ, હેડ ક્લાર્ક અને એસઓ પાસે વિવિધ નક્શાઓનું અભ્યાસ કર્યો હતો.