ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: મૃત્યુ નજીક પહોંચેલી પ્રસૂતાને સિવિલના તબીબોએ ઉગારી

Text To Speech
  • રોશનીબેનને ગંભીર હાલતમાં સુરત સિવિલમાં ખસેડાયા
  • ગર્ભસ્થ શિશુનું મોત થતા માતા કોમામાં સરી પડેલી
  • વધુ પડતું લોહી વહી જતા લોહીની 15 બોટલ ચઢાવવી પડી

ભરુચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યા બાદ વધુ પડતું લોહી વહી જતા મૃત્યુની નજીક પહોંચેલી પ્રસૂતાને સુરત સિવિલના તબીબોએ ઉગારી લીધી હતી.

આ પણ વાંચો: વિદ્યાર્થીને 6 વર્ષમાં 1 દિવસ જ બાકી રહેતા પ્રથમ ધોરણમાં પ્રવેશનો HCનો આદેશ

રોશનીબેનને ગંભીર હાલતમાં સુરત સિવિલમાં ખસેડાયા

ગંભીર હાલતમાં સિવિલમાં આવેલી અને કોમામાં સરી પડેલી પ્રસૂતાની તબિયતમાં સાત દિવસની સારવાર બાદ સુધારો આવતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે. ભરુચના નેત્રંગ ગામમાં રહેતી રોશનીબેન વસાવાએ ગત રવિવારે ઝઘડિયામાં આવેલી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ પહેલા શિશુનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું. જેને લીધે તેણીને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં નોર્મલ ડિલિવરી થઈ હતી, પરંતુ લોહી વહેવાનું બંધ નહીં થતા રોશનીબેનને ગંભીર હાલતમાં સુરત સિવિલમાં ખસેડાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત: જીરૂના ભાવમાં અસાધારણ તેજી, ભાવ આસમાને પહોચ્યો

રોશનીબેનની હાલત ગંભીર હોઇ કોમામાં જતા રહ્યાં

સિવિલના ગાયનેક વિભાગના ડૉ. કેદાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રોશનીબેન સિવિલમાં આવી તે સમયે તેમનું બ્લડપ્રેશર અને નાળીના ધબકારા લો હતા, તેમજ હૃદય ધબકારા અનિયમિત હતા. રોશનીબેનની હાલત ગંભીર હોય કોમામાં જતી રહી હતી. આ કેસમાં વિભાગના વડા ડૉ. રાગિણી વર્મા, ડૉ. અંજની શ્રાીવાસ્તવના માર્ગદર્શન અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. શ્વેતા પટેલ સહિતની તબીબોની મદદથી સારવાર શરૂ કરાઈ હતી.

આ પણ વાંચો: વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોનાનો ભાવ વધ્યો

ડીસી કાર્ડિયોવજેના (શોક) આપી રોશનીબેનનું હૃદય ધબકતું કરાયું

શરૂમાં ડીસી કાર્ડિયોવજેના (શોક) આપી રોશનીબેનનું હૃદય ધબકતું કરાયું હતું. રોશનીબેનને વધુ પડતું લોહી વહી ગયું હોવાથી બોટલ ચઢાવવામાં આવી હતી. વેન્ટિલેટર સપોર્ટ પર ચાલી રહેલી સારવાર દરમિયાન બે દિવસ બાદ રોશનીબેન કોમામાંથી બહાર આવી હતી. ત્યારબાદ શનિવારે સાતમા દિવસે તેણીની તબિયતમાં સુધારો આવતા આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરાઈ હતી.

Back to top button