ગણેશ ચતુર્થીગુજરાતટોપ ન્યૂઝધર્મ

‘બાપ્પા’ને આવકારવા સુરતીઓ આતુર

Text To Speech

કોરોના કાળમાં બબ્બે વર્ષ સુધી તહેવારોની ઉજવણી ન કરનાર લોકો આ વર્ષે હવે મનભરીને તહેવારની ઉજવણી કરશે. ત્યારે, સુરતીઓ પણ દૂંદાળા દેવને આવકારવા માટે આતુર છે અને ગણેશજીને આવકારવાની જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીના આગમન માટેની તૈયારી કરવામાં આવી છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના શહેર ઉપ પ્રમુખ અને પ્રભારી વિરલભાઇ ગોદીવાલા, પ્રચાર પ્રસાર સમિતી સહ સંયોજક અને સહ પ્રભારી જયકાંત કણિયા, ઉમરા પીપલોદના કોર્પોરેટર વ્રજેશભાઇ ઉનડકટ દ્વારા સિટી લાઇટ વિસ્તારમાં આવેલ હીરા પન્ના માર્કેટ, એચ.પી ગ્રુપના શ્રી ગણેશજીની મૂર્તિની આરતી કરી, રથ ખેંચી ગણેશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

1988થી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ આ રીતે સરકાર અને આયોજકો વચ્ચે સેતૂ બની કામ કરી રહી છે. દર વર્ષે સુરતમાં ગણેશજીની 70 હજાર મૂર્તિનું સ્થાપન-વિસર્જન કરવામાં આવે છે. મહત્વનું છે કે, આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 5 ફૂટની POPની મૂર્તિ અને 9 ફૂટની માટીની મૂર્તિ માટેની પરવાનગી આપવામાં આવી છે.

Back to top button