ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત: પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા થયું મૃત્યુ

Text To Speech

સુરત, 9 જાન્યુઆરી: ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીના કારણે ઘણા બધા લોકોના વાહન ચલાવતા સમયે ગળા કપાઈ જતા હોય છે અને ઘણા બધા લોકો ઘાયલ પણ થાય છે. ત્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કરંટ લાગ્યા બાદ એક કિશોરનું મૃત્યુ થયું છે. કિશોર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમ્યાન પતંગ હાઈ ટેન્શન લાઈનમાં ફસાઈ ગઈ હતી જેણે કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. જે બાદ કિશોરને કરંટ લાગ્યો હતો. કિશોરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કિશોરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કિશોરના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં ઉતરાયણ પર્વને લઈને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 13 વર્ષનો પ્રિન્સ ચૌધરી નામનો કિશોર પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કિશોરના પિતાએ શું કહ્યું
કિશોરના પિતા પીન્ટુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો અને હાઈટેનશન લાઈનમાં પતંગ ફસાઈ ગયો હતો અને દોરી હાથમાં હતી જેમાં મારા દીકરાને કરંટ લાગ્યો હતો કાલે અઢી વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મારા દીકરાનું નામ પ્રિન્સ ચૌધરી હતું અને તે ધો.4માં અભ્યાસ કરતો હતો. હું વાલીઓને અપીલ કરું છું કે તમારા કિશોરોનું ધ્યાન રાખજો.

આ પણ વાંચો..અમદાવાદ: ઉતરાયણ પર્વ પહેલા પૂર્વ વિસ્તારમાં ઘાતક દોરીનું બેરોકટોક વેચાણ

Back to top button