સુરત : ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયો ચણિયા ચોળીના વિતરણનો કાર્યક્ર્મ
ઓલપાડ : પરિષદની મહિલા પાંખ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઓલપાડ તાલુકાના મોર ટૂંડા ગામે ખાતે શાળા 1 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓને ચણિયા ચોળીના વિતરણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા પાંખની સંયોજીકા રંજનાબેન પટેલે પરિષદની મહિલા પાંખની કાર્ય સિધ્ધીનો ચિતાર આપ્યો હતો. એમણે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા દાન એકત્રીત કરી નવા ચણિયા ચોળી સીવડાવી એનું વિતરણ આ ગામની કન્યાઓને કરવામાં આવ્યું છે. કાપડનું દાન શ્રીમતી સોનલબેન માંકડીયા તરફથી મળ્યું હતું. જ્યારે ચણિયા ચોળીનું સ્ટીંચીગ આરતીબેન સબલપરા એ કર્યુ હતું.
પરિષદના પ્રમુખ રૂપીન પચ્ચીગરે આદ્યશક્તિ માતાની આરાધનાનો મહિમા વર્ણવી પરિષદની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો. આ કાર્યક્રમાં મોર ટૂંડા ગામની 78 કન્યાઓને ચણિયા ચોળી, આભૂષણ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરિષદના 30 જેટલાં સભ્યો જોડાયા હતા. તદુપરાંત માતાજીના પરંપરાગત ગરબા મંદિરના પ્રાંગણમાં રમી નવરાત્રીની પૂર્વ સંધ્યા ઉજવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા.