ગુજરાતટોપ ન્યૂઝ

સુરત/ લગ્નમાંથી પરત ફરી રહેલ પરિવારની કારનો અકસ્માત, 2નાં મોત-3 ઘાયલ

Text To Speech

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની જાણે હારમાળા લાગી ગઇ તેટલી સંખ્યામાં અકસ્માત નોંઘવામાં આવી રહ્યા છે.ગઇ કાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનેક લોકોના અકસ્માતે જીવ ગયાની ઘટનાઓથી લોકો હડહડી ઉઠ્યા છે.ત્યારે વધુ એક ગમખ્વાર અને જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી. સુરતના ઉમરપાડામાં કેવડીથી વડી ગામે જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં કારમાં સવાર 2ના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતીક કારમાંથી બહાર કાઢી તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. લોકો દ્વારા આ અકસ્માતની ઘટનાની જાણ નજીકનાં પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતની કારણ ડ્રાઇવર દ્વારા કાર પરનો કાબુ ગુમાવવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો અને બે લોકોને ઘટના સ્થળે જ ભરખી ગયો હતો.

Back to top button