ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કહ્યું, મેં કોંગ્રેસ સાથે ગદ્દારી નથી કરી 2017નો બદલો લીધો

સુરત, 11 મે 2024, ગુજરાતની સુરત બેઠક સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા હતાં. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. તેઓ 22 દિવસ બાદ ગઈકાલે રાત્રે મીડિયા સમક્ષ હાજર થયા હતાં અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યો હતાં. તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે આપેલી ધમકીનો જવાબ પણ આપ્યો હતો.તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મારે ભાજપ સાથે કંઈ લેવા-દેવા નથી.

પ્રતાપ દૂધાતે આપેલી ધમકીનો જવાબ આપ્યો
નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાતે આપેલી ધમકીનો જવાબ આપતાં કહ્યું હતું કે, તેઓ ઉત્સાહમાં બો્લ્યા હશે બાકી કોઇ માઇના લાલમાં તાકાત નથી કે મને મારી શકે. પ્રતાપ દૂધાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મારો સુરત સાથેનો નાતો છે. હું તમને મીડિયા સામે ખાતરી આપું છું અને જે ખાતરી મેં મારા જીવનમાં કોઈને આપી નથી. જે રણબંકાએ સુરતમાં ગદ્દારી કરી છે તેને હું મુકવાનો નથી. તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. ત્રણ ટેકેદાર તેમજ તે ઉમેદવાર જે ભાજપની કોઠીમાં સંતાવવું હોય તેવા સંતાઈ જજો. પાટીલના ઘરે રહેવા જવું હોય તો જતા રહેજો, કારણ કે, કા તો સુરતમાં તમે રહેશે કા પછી પ્રતાપ દૂધાત રહેશે.

કોંગ્રેસે 2017માં છેલ્લી ઘડીએ મારી ટિકિટ કાપી હતી
નિલેશ કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ અપક્ષ માટે પણ એક ઉમેદવાર ઉભો રાખ્યો હતો. આ ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. અપક્ષ ઉમેદવારે કેમ ઉમેદવારી પરત ખેંચી તે તપાસનો વિષય છે.હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું.કોંગ્રેસે 2017માં કહી દીધું હતું કે, ટિકિટ તમારી જ છે. મહેનત કરો. મેં ખર્ચો કર્યો, મહેનત કરી.ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમખ હતા તેના દ્વારા ટિકિટ લીધી હતી. ત્યાર બાદ ઉપરથી રૂપિયા આપ્યા તો એમણે ટિકિટ આપી દીધી. પછી ટીવીમાં સમાચાર આવ્યા કે મેન્ડેડ બીજાને આપ્યું છે.

કોંગ્રેસને ઊભી રાખવા 24 કલાક કામ કરતો હતો
કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસને ઊભી રાખવા 24 કલાક સરદાર ફાર્મ ખુલ્લુ રાખી કામ કરતો હતો. 2017માં ટિકિટ આપ્યા પછી ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે. અહીના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંયા બની બેઠલા 5 નેતાઓને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી. આપના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એને શું કરવા સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા. હોદ્દેદારો છે એના કાયદેસર ફોટા રાખીએ છીએ.

આ પણ વાંચોઃઅમરેલી બાદ માણાવદરમાં ભડકોઃ ભાજપના ઉમેદવાર લાડાણીએ સી.આર.પાટીલને કેમ લખ્યો પત્ર?

Back to top button