ગુજરાતટ્રેન્ડિંગ

સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ, જાણો સમગ્ર મામલો

  • ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે
  • વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા
  • ડ્રગ સ્મગલરને કથિત રીતે 100 કિલો કેમિકલ મોકલ્યું

સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદે હેરાફેરીના કેસમાં 53 વર્ષની જેલની શક્યતા છે. સુરતના 36 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલની અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે

ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે. તેના પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોને મોકલવામાં આવતા હતા.

વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા

એક અહેવાલ પ્રમાણે સુરત સ્થિત રેક્સટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ પટેલની તપાસ કર્યા બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ બંને કંપનીઓ ફેન્ટાનીલ રસાયણોની ગેરકાયદેસર નિકાસ કરતી હતી. તેમણે કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા હતા.

ફેન્ટાનીલ રસાયણ હેરોઇન ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ અને મોર્ફિન કરતાં 100 ગણું વધુ શક્તિશાળી

સ્થાનિક સરકારી વકીલે આરોપ લગાવ્યો છે કે, રૅક્સટર કેમિકલ્સે જૂન 2024માં ન્યૂયોર્કમાં વિટામિન સી સપ્લિમેન્ટ્સ હોવાનું એક કથિત શિપમેન્ટ મોકલ્યું હતું. આ સિવાય વધુ એક 23 નવેમ્બર, 2024 ના રોજ એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું. તેમાં 20 કિલો લિસ્ટ વન કેટેગરીનું કેમિકલ હતું. જેનો ઉપયોગ ફેન્ટાનીલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેક્સીકન ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. હકીકતમાં ફેન્ટાનીલ રસાયણ હેરોઇન ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ અને મોર્ફિન કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે.

ડ્રગ સ્મગલરને કથિત રીતે 100 કિલો કેમિકલ મોકલ્યું

આ સિવાય પટેલે ફેબ્રુઆરી 2024માં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને કથિત રીતે 100 કિલો કેમિકલ મોકલ્યું હતું. જો ભાવેશ પટેલ દોષી સાબિત થશે તો તેને અમેરિકાના કાયદા અનુસાર 53 વર્ષની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં જતા મુસાફરો માટે ખાસ સમાચાર 

Back to top button