ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : હલ્દીની વિધિમાં જ ભાઈએ બહેનને ઉતારી મોતને ઘાટ

Text To Speech

સુરત શહેરમાંથી સગા ભાઇએ જ બહેનની કરપીણ હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન દરમિયાન લગ્નમંડપમાં જ પિતરાઈ ભાઈએ ચપ્પુ વડે હુમલો કરી બેરહેમીછી બહેનની હત્યા કરી નાખી હતી.

સુરત બહેનની હત્યા-humdekhengenews-humdekhengenews

હલદીની વિધિમાં બહેન પર ભાઈએ કર્યો હુમલો

જાણકારી મુજબ સુરતમાં પસંદના યુવક સાથે પરિવાર દ્વારા લગ્નની મંજૂરી ન આપતા યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.જો કે, પરિવારની વિરુદ્વ જઈને કોર્ટ મેરેજ કરતા યુવતીના પિતરાઈ ભાઈએ જ બહેનની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ હત્યારા ભાઈની ધરપકડ કરી હતી. લગ્નના દિવસે ભાઈએ બહેનની હત્યા કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

સુરત બહેનની હત્યા-humdekhengenews

જાણો સમગ્ર ધટના

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલાનગરમાં રહેતી કલ્યાણી પાટીલ નામની યુવતીએ આસરે ચાર-છ મહિના પહેલા રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મહાજન સાથે પ્રેમ થઈ જતા તેઓએ લગ્ન માટે પરિવારની મંજૂરી માંગી હતી.પરંતુ બંને અલગ અળગ સમાજના હોવાથી યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો જેથી પરિવારે લગ્નની ના પાડતા બંન્નેએ લગભગ એક મહિના પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા.જેના કારણે પરિવારમાં નારાજગી હતી. પરંતુ બાદમાં પરિવારે રાજીખુશીથી રીતિરિવાજ મુજબ લગ્ન કરાવવાની મંજૂરી આપી હતા. અને પરિવારજનોએ 26 જૂનના રોજ બંનેના લગ્ન નક્કી કર્યા હતા.લગ્નની આગલી રાત્રે જીતેન્દ્ર અને કલ્યાણીની હલદીની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો. લગ્ન મંડપમાં હાજર લોકો કંઈક સમજે તે પહેલા જ દુલ્હનના પિતરાય ભાઈ મોનું પાટીલએ ચપ્પુ વડે હુમલો કરતા દુલ્હન લોહીથી લથપથ થઈ ઢળી પડી હતી.આ સમયે લોકોએ પિતરાઇ ભાઇને પકડી લીધો હતો. અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને દુલ્હનની હત્યા કરનાર પિતરાઈભાઈ મોનું પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બીજી તરફ ઈજાગ્રસ્ત દુલ્હનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી. તે પહેલા જ તે મોતને ભેટી હતી.

આ  પણ વાંચો : વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદે બોલાવી રમઝટ, જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ

Back to top button