ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત : આવતીકાલે પાણી પર મોટો કાપ,આજે સાચવીને કરજો વપરાશ, 70 ટકા વિસ્તારમાં પુરવઠો ખોરવાશે

Text To Speech

સુરત: સુરત સ્માર્ટ સીટીની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં વિવિધ પેરામીટર પર ખરા ઉતરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીની લાઈ મોટી કરવાથી લઈ વ્યવસ્થિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. તેના ઉપક્રમે 27 જુલાઈના રોજ પાણીની લાઈનનુ રિપેરિંગનું કામ કરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. હાઈડ્રોલિક વિભાગ દ્વારા લીકેજ રીપેરીંગ અને જોડાણની મહત્વની કામગીરી થવાની હોવાથી તા.27 જુલાઇ બપોરથી તા.28 જુલાઇ બપોર સુધી શહેરની 50લાખની વસ્તીને પાણી પુરવઠો મળી શકશે નહી. જેથી પાણીનો સંગ્રહ કરી લેવા જણાવાયું છે.

27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફનો વિસ્તાર જ્યાં સાંજના સમયે પાણી પૂરવઠો અપાય છે ત્યાં પાણી પૂરવઠો ખોરવાશે. ઉપરાંત ઉધના, ડુમસ, વેસુ, અલથાણ વિસ્તારમાં પણ શહેરીજનોને પાણી નહીં મળે. કતારગામથી આવતી અને ખટોદરા વોટર વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે બુધવાર અને 28 જુલાઇ ગુરુવારના રોજ પણ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે.

Surat Water drop

ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી ગયો હતો. મનપા દ્વારા લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી મોટા પ્રમાણમાં શહેરીજનોને પાણીની ઇમરજન્સી ઉભી થાય તે બાબતને ધ્યાને લઈ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાયું ન હતું.

કયા વિસ્તારોને થશે અસર

બુધવારે સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી શહેરના ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણમાં પાણી પૂરવઠો પૂરતા દબાણથી મળશે નહી. સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફના વિસ્તારમાં સાંજનો પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી કાપની અસર રહેશે. આ કામગીરી માટે ઉમરવાડા પાણી વિતરણ સ્ટેશન બંધ પણ બંધ રાખવામાં આવશે. જયારે અઠવા ઝોનમાં અંબાનગર, ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ અને નવી સિવિલ હોસ્પિટલ સુધીનો ઉત્તર તરફનો ભાગ, મજુરા વિસ્તાર, ધોડદોડ રોડ, રામચોક, મજુરાગેટ, ભટાર અને અઠવાલાઇન્સ વિસ્તારને પાણી પુરવઠો આપી શકાશે નહિ. કામગીરી પૂર્ણ થતાની સાથે જ પાણી પુરવઠો રેગ્યુલર કરવામાં આવશે.

અસરગ્રસ્ત નહીં હોય એવા વિસ્તારોમાં શું રહેશે સ્થિતિ ?

પાણીની લાઈનમાં થયેલા લીકેજની રીપેરીંગની કામગીરી સાથે બે જળમથકો વચ્ચેની લાઇનનું જોડાણનું કામ આગામી તારીખ 27 અને 28 જુલાઈના રોજ હાથ ધરવાનું હોય શહેરના મોટાભાગના વિસ્તારને પાણી સપ્લાય થઇ શકશે નહીં. જયારે અસરગ્રસ્ત સિવાયના વિસ્તારોને ઓછા પ્રેશરથી પાણી મળી રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. શહેરીજનોએ પાણી માટે અગાઉથી વલખા નહીં મારવા પડે તે માટે અગાઉથી પાણીનો સ્ટોક કરી રાખવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

Back to top button