ગુજરાત

સુરત સ્થિત કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસનો રેલો દુબઈ પહોંચ્યો

  • આશરે રૂ.55.17 કરોડની દસ સ્થાવર મિલકતો અસ્થાયીરૂપે જપ્ત કરી
  • વર્ષ 2014માં સુરતના અફરોઝ ફટ્ટાએ રૂ.5,600 કરોડનું હવાલા રેકેટ આચર્યું હતું
  • EDએ સુરતમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

સુરત સ્થિત મની લોન્ડરિંગ કેસનો રોલો દુબઈ પહોંચ્યો છે. જેમાં દુબઈના હવાલા ઓપરેટરોની રૂપિયા 55 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. અગાઉ ઈડીએ 60 કરોડની મિલકત જપ્ત કરી હતી. તેમજ આ કેસમાં કુલ 115 કરોડની મિલકતો જપ્ત કરી છે. બોગસ બિલિંગ કેસની તપાસમાં નામ બહાર આવતા ઈડીએ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં 24 કલાક પાર્સલ બુકીંગ સેવા મળશે, હવાઇ મુસાફરી કરનારાને પણ થશે ફાયદો 

આશરે રૂ.55.17 કરોડની દસ સ્થાવર મિલકતો અસ્થાયીરૂપે જપ્ત કરી

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરત સ્થિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દુબઈ સ્થિત હવાલા ઓપરેટર પંકજ કપૂર, હીરા વેપારી વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોના નામની આશરે રૂ.55.17 કરોડની દસ સ્થાવર મિલકતો અસ્થાયીરૂપે જપ્ત કરી છે. સુરતના હવાલા ઓપરેટર અફરોઝ ફ્ટ્ટા દ્વારા આચરવામાં આવેલા બોગસ બિલીંગ કેસની ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં સુરતના અફરોઝ ફટ્ટાએ રૂ.5,600 કરોડનું હવાલા રેકેટ આચર્યું હતું. જેની તપાસમાં મુંબઈના સોનાના વેપારીઓ સહિતના નામો બહાર આવ્યા હતા.આ પછી તપાસમાં નવું કૌભાંડ બહાર આવતા કુલ115 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, ગરબા આયોજકોએ રાખવું પડશે ખાસ ધ્યાન 

સુરતમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરતમાં ICIC બેંક દ્વારા સુરતમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આર.એ. ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિ. અને અન્ય આઠ કંપનીઓએ બનાવટી બિલ્સ ઑફ્ એન્ટ્રી (BoEs) સબમિટ કર્યા અને UAE-આધારિત ત્રણ અને હોંગકોંગ સ્થિત પંદર કંપનીઓને ભંડોળ મોકલ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે યુએઈ અને હોંગકોંગમાં પંકજ કપૂર અને વિજેન ગિરીશચંદ્ર ઝવેરી દ્વારા અનુક્રમે રૂ.58.14 કરોડ અને રૂ.2.81 કરોડની રકમ મળી હતી. બનાવટી BoEs અને દસ્તાવેજોના આધારે મુંબઈ સ્થિત હીરા વેપારી મદન લાલ જૈન અને અફરોઝ ફ્ટ્ટા દ્વારા નિયંત્રિત અને સંચાલિત સંસ્થાઓમાંથી ગુનાની રકમ વિદેશમાં મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: ઈઝરાયેલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 700 ગુજરાતીઓ ફસાયા, જાણો તેમણે શું કહ્યું…

ઇડીએ અગાઉ જ રૂ.60 કરોડની મિલકતો જપ્ત કરી હતી

EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંકજ કપૂર, વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોની દસ સ્થાવર મિલકતોને પ્રિવેન્શન ઑફ્ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 5 હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અસ્થાયીરૂપે અટેચ કરવામાં આવી છે. આ કિસ્સામાં ઇડીએ અગાઉ જ રૂ.60 કરોડની મિલકતો જપ્ત કરી હતી. આ કેસમાં જોડાયેલ સ્થાવર અને જંગમ મિલકતોની કુલ કિંમત રૂ.115 કરોડ છે.

Back to top button