ગુજરાતચૂંટણી 2022

સુરત: ભાજપ ધારાસભ્ય વિરુદ્ધમાં મરાઠીમાં લાગ્યા બેનર, પાટીલને આપી ચેતવણી

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીમાં રંગ જામતો જાય છે. તેવામાં આગામી દિવસોમાં વિધાન સભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે. તેમાં રાજકીય પાર્ટી કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમાં આગામી 27થી 29 ઓક્ટોબર દરમ્યાન સુરતમાં ભાજપના નિરીક્ષકો ઉમેદવારોની દાવેદારી અને કાર્યકરોના મન જાણવા આવવાના છે.

આ પણ વાંચો: દીપોત્સવ 2022 : PM મોદી અયોધ્યા પહોંચ્યા, રામ લલ્લાના કર્યા દર્શન

સંગીતા પાટીલના વિરોધમાં બેનરો લાગ્યા

ઉલ્લેખનીય છે કે ભાજપના નિરીક્ષકો સુરતમાં આવે તે પહેલા જ સુરતની લિંબાયત વિધાન સભા વિસ્તારમાં ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલનાવિરોધમાં બેનરો લાગ્યા છે. આ બેનરોમાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય બદલાવવા માટે મરાઠી ભાષામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને સંદેશો લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IND vs PAK : ભારતની પાકિસ્તાન સામે ધારદાર જીત, દિવાળીની દેશને ભેટ

સ્થાનિક મતદારોના મનની વાત પર વિચારણા કરે
આ બેનરમાં એવુ લખવામાં આવ્યુ છે કે, લિંબાયત વિસ્તારમાં હયાત ધારાસભ્યને બદલે અન્યને ટિકીટ આપવામાં આવે અન્યથા મતદારો નાટોનો વિકલ્પ પસંદ કરશે. જેનાથી ભાજપને જ નુકસાનીનો સામનો કરવાનો વખત આવશે. સુરતમાં ભાજપના નિરીક્ષકો આવે એ પહેલા જ આ પ્રકારના બેનરો લાગવાને કારણેસ્થાનિક રાજકારણ ગરમાયુ છે. અને લિંબાયત વિસ્તારના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલ સામે લોકોમાં રહેલો છુપો રોષ પ્રગટ થયો છે. હવે જોવાનું એ રહે છે કે, ભાજપના નિરીક્ષકો આ મામલાને કેટલો ગંભીરતાથી લે છે અને સ્થાનિક મતદારોના મનની વાત પર વિચારણા કરે છે કે, નહીં. તથા લોકોના રોષધારાસભ્યને આગામી સમયમાં ભારે પડશે.

Back to top button