સુરતના અમરોલી વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે. વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
પિતા-પુત્ર સહીત ૩નાં મોત
– ધનજી ધોળકિયા
– કલ્પેશ ધનજી ધોળકિયા
– ઘનશ્યામ રજોડિયા
ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત થયાં
વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનાના કારખાનાના માલિકે કારીગરને કામથી છૂટો કરતા કારીગરે મળતીયાઓને બોલાવીને હથિયારો સાથે હુમલો કર્યો હતો. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત થયાં છે.આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નથી, જાણો શું રખાય છે તકેદારી
અમરોલી પોલીસ સહિત અધિકારોઓ ઘટના સ્થળે
અમરોલી કારીગરો અને કારખાનેદાર વચ્ચે પગારના રૂપિયાને લઈને માથાકૂટ થતા માથાભારે કારીગરે કારખાનેદાર સહિત ત્રણની હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. કારીગર દ્વારા કારખાનેદારની હત્યાને પગલે આ વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ છે. ક્રુરતાપૂર્વક આચરવામાં આવેલી આ હત્યા બાદ હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. કારખાનદારોની હત્યાને પગલે વિસ્તારમાં રોષ વ્યાપી ગયો હોઈ ઉપરી પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.