અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સૌથી વધુ MSME એકમોની નોંધણીમાં દેશના 10 જિલ્લાઓમાં સુરત અને અમદાવાદનો સમાવેશ

  • ગુજરાતમાં 2023-24માં 6.29 લાખ જેટલા નવા MSME એકમો નોંધાયા

ગાંધીનગર, 31 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે.છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આજે રાજ્યમાં સૂક્ષ્મ,લધુ અને મધ્યમ ઉદ્યોગમાં પણ લોકો જોડાઇ રહ્યાં છે. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતમાં 629103 નવા MSME એકમો નોંધાયેલા છે.25 જુલાઈ 2024ની સ્થિતિએ ગુજરાતમાં 1963050 MSME એકમોની નોંધણી થઈ છે. જેમાં 1973029 સૂક્ષ્મ, 81573 લઘુ તથા 8448 મધ્યમ ઉદ્યોગો નોંધાયેલા છે.

વિવિધ વિભાગોની એક જ જગ્યાએથી ઝડપી મંજૂરીઓ મળે છે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં” અગ્ર હરોળમાં ગુજરાત સ્થાન ધરાવતું હોવાથી રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં MSME ઉદ્યોગની નોંધણી થઇ છે. તદ્ઉપરાંત રાજ્યમાં IFP portal પર સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા વિવિધ વિભાગોની એક જ જગ્યાએથી ઝડપી મંજૂરીઓ મળે છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. યોજના અને બીજી ઔદ્યોગિક નીતિઓ દ્વારા ગુજરાત સરકાર એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય, કેપીટલ સહાય, સી.જી.ટી.એમએસઈ સહાય, જેવી વિવિધ નાણાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.

1963050 ની સામે 4861 એકમો જ રદ થયા
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લો અને ઓર્ડરની સારી સ્થિતિ, સરળ લેન્ડ રૂલ્સ અને સિંગલ વિન્ડો ક્લીયરન્સ દ્વારા ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ, ગુજરાત રાજયમાં CTEP,GIDC, રોડ, પોર્ટ જેવી સારી ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતાના કારણો પણ આટલી મોટી સંખ્યામા નોંધણી માટે જવાબદાર કારણો છે. છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા એમએસએમઇ એકમો 1963050 ની સામે 4861 એકમો જ રદ થયા છે. જે નોંધાયેલ એકમોના માત્ર 0.24% એકમો છે. રજીસ્ટ્રેશનનું ડુબ્લિકેશન થવાથી નવું ઉદ્યમ મેળવવા જૂના ઉદ્યમને રદ કરવામાં આવે છે. એકમની માલિકીમાં ફેરફાર થવાથી,એકમનાં બંધારણમાં ફેરફાર જેવા કે, પ્રોપરાઇટશીપ માથી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી માથી પ્રાઇવેટ લિમિટેડ કંપની વગેરે એને એમએસએમઇ એકમો માંથી લાર્જ એકમોમાં રૂપાંતર થવાથી જૂના ઉદ્યમને રદ કરવામાં આવ્યા હોવાનું કારણ છે.

આ પણ વાંચોઃદેશમાં મહિલા સંચાલિત MSME ઉદ્યોગોમાં જાણો ગુજરાતનો કયો છે નંબર

Back to top button