દક્ષિણ ગુજરાત

સુરત : સ્માર્ટ બજાર મોલમાં આગ લગતા અફરાતફરી, ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન

Text To Speech

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા મોલમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સ્માર્ટ બજાર મોલની અંદર નીકળતો ધુમાડો ધ્યાને આવતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો:અમદાવાદમાં બનવા જઈ રહ્યો છે દુનિયાનો સૌથી મોટો મોલ, આ કંપની કરશે કરોડોનું રોકાણ

હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો

સુરતના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ બજાર મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સ્માર્ટ બજાર મોલમાં આગ લાગતા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બીજા માળે લાગેલ આગે ભયાનકરૂપ ધારણ કરતા પહેલા માળે પણ આગ લાગી ગઈ હતી. જેને પહોચી વળવા માટે ફાયર વિભાગે ચાર ગાડીઓ ઘટના સ્થળે મોકલી હતી. બીજા માળે આગ લાગતા ફાયર વિભાગને હાઇડ્રોલિક લીફ્ટનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી અને કાચ તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ફાયર વિભાગે બીજા માળે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદ: એલિસબ્રિજની તક્ષશિલા બિલ્ડીંગમા આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી

આગ લગતા પહેલા અને બીજા માળે નુકસાન થયું

આગના બનાવ અંગે ફાયર ઓફિસર રણજીતસિંહ ખડીયાએ જણાવ્યું કે, ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ સ્માર્ટ બજાર મોલમાં આવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના આ મોલમાં પહેલા અને બીજા માળે આગ લાગી હતી. આગ બીજા માળે લાગી હોવાનું જાણવા મળ્યું હતું પરતું આગનું સ્વરૂપ વધતા પહેલા માળ સુધી પ્રસરી ગઈ હતી. પહેલા અને બીજા માળે રહેલ માલ બળીને ખાક થઈ ગયો છે. વેસુ, અડાજણ તેમજ મજુરાની ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી હતી.

આ પણ વાંચો:પાલનપુર : ડીસાના ફાગુદરામાં ખેડૂતના ઘરમાં આગ લાગતા દોડધામ, ઘરવખરી બળી જતા 3 લાખનું થયું નુકસાન

Back to top button