સુરતઃ પુણા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાં આગ લાગી, 10 જેટલાં ઈ-બાઈક બળીને ખાક
સુરતના પુણા વિસ્તારમાં આવેલા ઇ બાઈક શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે શોરૂમમાં રહેલી 10થી વધુ ઈલેક્ટ્રીક મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સુરતના પુણા વિસ્તારના આઈ માતા રોડ પર આવેલ જે કે નગર પાસે એક ઈ બાઈક શોરૂમમાં આગની ઘટના ઘટી હતી. ઈલેક્ટ્રીક બાઈકની દુકાનમાં વહેલી સવારે આ આગ લાગી હતી. વહેલી સવારે દુકાન બંધ હતી ત્યારે અચાનક શોરૂમની અંદર આગ લાગી ગઈ હતી. બંધ દુકાનમાં આગ લાગતા શોરૂમમાં રહેલ અંદાજે 10 જેટલાં ઈલેક્ટ્રીક સ્કૂટરો બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે વહેલી સવારે અને બંધ શોરૂમ હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયરની પાંચ જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવ્યો
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ ઉપર પાણી અને ફોર્મનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ કાબુમાં લીધી હતી. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ તાત્કાલિક પહોંચી ગયા હતા.જોકે આગ તો કાબુમાં લઈ લીધી પરંતુ હાલ તો આ આગ કયા કારણોસર લાગી તેની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. ઇલેક્ટ્રીક બાઈકનો શો રૂમ છે એટલે ચાર્જિંગના પોઇન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ અંગે વધુ તપાસ કરી ચોક્કસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.