ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : એડવોકેટ બોઘરાના સમર્થકોના હોબાળા બાદ મોડી રાત્રે નોંધાઈ ફરિયાદ

Text To Speech

સુરત શહેરના એડવોકેટ દ્વારા ગઈકાલે એક લાઈવ વીડિયો મારફત પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા ગેરકાયેસર નાણાંનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં લાઈવ દરમ્યાન જ પોલીસની હાજરીમાં તેમના ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જે મામલે કોઈ કાર્યવાહી ન થતાં આખરે મોડી રાત્રે સુરત પોલીસ મથકે એડવોકેટના સમર્થકો ઉમટી પડ્યા હતા જેઓએ હોબાળો કરતા આખરે પોલીસને ફરિયાદ લેવાની ફરજ પડી હતી.

શું છે સમગ્ર મામલો ?

સુરત શહેરમાં મેહુલ બોઘરા અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે પડી ચૂક્યા છે, જેનું તેઓ સોશિયલ મીડિયા પર લાઇવ કરતા હોય છે. તેવામાં હવે આ સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે આ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બની હતી. ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી. લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એડવોકેટ પર રીક્ષામાં રાખેલી લાકડી વડે ઉપરાછપરી અનેક વખત માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હુમલા બાદ મેહુલ બોઘરાની સૌપ્રથમ પ્રક્રિયા શું હતી ?
હુમલા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા એડવોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 પોલીસવાળા અને 3 અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા.
Back to top button