સુરત: જીમની ટ્રેડમિલ પર કસરત કરતાં વેપારીને આવ્યો હાર્ટએટેક, CPR આપવા છતાં ન બચ્યો જીવ
સુરત, 15 ઓકટોબર, ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો છે. સુરત શહેરના કાપડના વેપારી જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. જીમમાં હાજર અન્ય લોકો પણ તેને CPR આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જિમમાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે. કે હાર્ટ એટેક કોઇપણ લક્ષણો વગર પણ આવી શકે છે. એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને હાર્ટએટેક આવ્યો હોવાની ઘટના સીસીટીવી રૂમમાં કેદ થઈ હતી. દરરોજની જેમ કાપડના વેપારી દ્વારકાદાસ મારુ જીમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક તેમને ગભરામણ થઈ અને તેઓ ટ્રેડમિલથી ઢળી પડ્યા હતા. વેપારી બેભાન થતા જીમમાં હાજર લોકો ભેગા થયા હતા અને વેપારીને CPR આપી ભાનમાં લાવવાની કોશિશ કરી હતી.
વેપારીનાં હાર્ટએટેકની ઘટના CCTV માં કેદ થઈ
તેમને જોઈ જીમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જો કે, વેપારીને ભાન ન આવતા નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ, તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. વેપારીને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. વેપારીને હાર્ટ એટેક આવ્યાની આ ગોઝારી ઘટના જીમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. વેપારીનાં અચાનક મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો….સુરતમાં 200 કિલો વજન ધરાવતા વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પછી શું થયું જાણો