સુરત: 9 વર્ષની દીકરીના અંગદાનથી મળ્યું 7 વ્યક્તિને નવજીવન, બાળકીના દાન કરાયેલા હાથનું સફળ ઇમ્પ્લાન્ટ કરાયું
સુરત, 17 ઓકટોબર, મેડિકલ ક્ષેત્રે મળતી સફળતાઓ દિનપ્રતિદિન વધુ સફળ રહે છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ ખાતે સપ્ટેમ્બર મહિનામાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી ૯ વર્ષીયરિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન કરાવવામાં આવ્યું હતું. દેશમાં સૌથી નાની ઉંમરની એટલે કે ૯ વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વહાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહિત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિને નવજીવન આપ્યું હતું. આ અંગદાનમાંથી મુંબઈની બાળકીમાં હાથનું દાન મેળવનારી બાળકીમાં તેનું સફળ ઇમ્પ્લાન્ટ કરાયું છે.
સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું
વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરતમાં મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી ૯ વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. સુરતની બાળકી સ્વ. રિયા મિસ્ત્રીના દાન કરાયેલા બંને હાથ અલીગઢની કિશોરીમાં મુંબઈની હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરાયા છે. જે કિશોરીએ હાથ પ્રત્યારોપણ કરાવ્યા છે, તે ગત ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ને દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11મા અભ્યાસ કરે છે. તેનાં માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવર્ટાઈઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોબર 2022ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે ૧૧૦૦૦ કિલોવોટનો વીજ પ્રવાહ ધરાવતો જીવંત વાયર પકડી લેતા તેના બંને હાથ દાઝી ગયા હતા. જમણા હાથમાં ગેંગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજા થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું. અંગદાતા રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતું તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પાછું મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી.
ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં અનંતાનાં માતા-પિતાએ રિયાનાં માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છે અને તેના જીવનમાં ખુશાલી આવી છે. રિયાના પરિવારનો આભાર માનવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમે તેઓને નતમસ્તક નમન કરીએ છીએ. દાન કરાયેલા સ્વ. રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ આ કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો..દિવાળીમાં પ્રવાસ માટે થઈ જાવ તૈયાર: ગુજરાતના 27માંથી 26 અભ્યારણ્ય પ્રવાસીઓ માટે મૂકાયાં ખૂલ્લાં