સુરત: લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા


- 2018થી 2025ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ લાંચ લીધી
- આપના બે કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ કેસમાં ઝડપાયા
- કોર્પોરેટરો કે તેમના સંબંધી મળી કુલ 9 સામે લાંચ લેવાના કેસ નોંધાયા
સુરત મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણી જીતેલા એક કોર્પોરેટરે ટેમ્પરરી સ્ટ્રકચર તોડવાની ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ છે. આ પહેલા આપના બે કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ કેસમાં ઝડપાયા હતા. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કોર્પોરેટરો કે તેમના સંબંધી મળી કુલ 9 સામે લાંચ લેવાના કેસ નોંધાયા છે.
રાજેશ મોરડિયા સામે તોડની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ થઈ
સુરતમાં હાલમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે તોડ કરવાની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આ વચ્ચે હાલમાં સુરતમાં આપમાંથી ચૂંટણી જીતેલા રાજેશ મોરડિયા સામે તોડની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ થઈ છે. આ પહેલાં 2018થી 2025ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ ગેરકાયદે બાંધકામ, કોન્ટ્રાક્ટર કે અન્ય કામગીરી માટે લાંચ લીધી હોવાની ફરિયાદ છે.
અરવિંદ ગોદીવાલા 5 લાખ રૂપિયાના લાંચના છટકામાં પકડાયા હતા
સુરત જ નહી પરંતુ ગુજરાતમાં લાંચના અનેક કિસ્સા બને છે તેમાં સુરતમાં રાજકારણી લાંચ લેતા ઝડપાયા હોય તેવો પહેલો મોટો કિસ્સો 2001માં બન્યો હતો. આ સમયે સુડા ચેરમેન અરવિંદ ગોદીવાલા 5 લાખ રૂપિયાના લાંચના છટકામાં પકડાયા હતા. ત્યારબાદ ભાજપના સિનિયર કોર્પેરેટર વિણા જોશી પણ લાંચ કેસમાં ઝડપાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ટીબીની સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો