ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: CGSTની ડ્રાઈવમાં 70 ટકા બોગસ કંપની આ વસ્તુઓની નિકળી

Text To Speech
  • 16 મેથી બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ
  • બોગસ પેઢીઓ ઝડપી પાડવા 175 પેઢીની તપાસ કરાઇ
  • સ્ક્રેપ બાદ ટેક્સ્ટાઈલના નામે બોગસ બિલિંગ કરાતું હોવાનું ઝડપાયું

સુરતમાં CGSTની ડ્રાઈવમાં 70 ટકા બોગસ કંપની સ્ક્રેપની સામે આવી છે. જેમાં બોગસ પેઢીઓ ઝડપી પાડવા 175 પેઢીની તપાસ કરવામાં આવી છે. સ્ક્રેપ બાદ ટેક્સ્ટાઈલના નામે બોગસ બિલિંગ કરાતું હોવાનું ઝડપાયું છે. તથા બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરને ભારત દેશનું સૌપ્રથમ ઇવી સ્માર્ટ સિટી બનાવાશે 

16 મેથી બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ

સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં 16 મેથી બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી સીજીએસટી સુરત કમિશ્નરેટ દ્વારા 175 પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 84 પેઢીઓ બોગસ નીકળી હતી. બોગસ પેઢીઓ પૈકી 70 ટકા પેઢીઓ સ્ક્રેપના નામે જીએસટી રજીસ્ટ્રેશન લીધુ હતુ. જ્યારે તે સિવાય ટેક્સટાઇલના નામે પણ બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. આ ખુલાસો થતા વિભાગ પણ સાવધાન થઇ ગયુ છે અને આવી કોમોડિટી પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સની મુમેન્ટમાં વધારો, જાણો શું છે કારણ 

વેપારીઓ અગાઉ સ્ક્રેપના નામે રજીસ્ટ્રેશન મેળવી સરકારને ચુનો ચોપડે છે

સુરત કમિશનરેટ દ્વારા અત્યાર સુધી કુલ 175 જેટલી બોગસ પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 84 પેઢીઓ બોગસ નીકળી હતી. વધુ તપાસમાં ખુલાસો થયો કે 84 પૈકી 70 ટકા બોગસ પેઢીઓ સ્ક્રેપ વેપારના નામે રજીસ્ટર્ડ હતી. જ્યારે બાકીની ટેક્સટાઇલ અને કેમિકલના નામે રજીસ્ટર્ડ હતી. હવે જીએસટી વિભાગે પણ આગળની તપાસ શરુ કરી છે. બોગસ બિલિંગ કરનારાઓ પૈકી મોટાભાગના વેપારીઓ અગાઉ પણ સ્ક્રેપના નામે રજીસ્ટ્રેશન મેળવે છે અને સરકારને ચુનો ચોપડે છે.

Back to top button