ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : રખડતા શ્વાનને કારણે 62 વર્ષીય વૃદ્ધનું મોત, ચાર માસ અગાઉ શ્વાને કર્યો હતો હુમલો

Text To Speech
  • સુરતમાં 62 વર્ષીય વૃદ્ધનું શ્વાન કરડવાથી મોત
  • 4 મહિના અગાઉ શ્વાને બચકું ભરતા રસી લીધી ન હતી
  • હડકવાના લક્ષણો દેખાતા સિવિલમાં લઈ રહ્યા હતા સારવાર

સુરતમા વધતા જતા ડોગ બાઈટના કિસ્સાઓ વચ્ચે વધુ એક વ્યક્તિનું શ્વાન કરડવાને કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. હડકવાના લક્ષણો બાદ 62 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ વૃદ્ધને ચાર માસ અગાઉ કુતરુ કરડ્યું હતું.જે બાદ તેમને હડકવાના લક્ષણો દેખાતા સારવાર અર્થે સુરત સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

62 વર્ષીય વૃદ્ધનું શ્વાન કરડવાને કારણે મોત

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડોગ બાઈટના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સુરતમાં દિવસેને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વૃદ્ઘના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લાના સાગબારાના ભોર આમલી ગામમાં 62 વર્ષીય વૃદ્ધનું શ્વાન કરડવાને કારણે મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યુ છે.આ વૃદ્ધને ચાર માસ અગાઉ કુતરુ કરડ્યું હતું. જે બાદ તેમને હડકવાના લક્ષણો દેખતા સુરત સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

સુરત સિવિલ-humdekhengenews

ચાર મહિના અગાઉ શ્વાને ભર્યું હતુ બચકું

જાણકારી મુજબ વૃદ્ધને ચાર મહિના અગાઉ શ્વાને બચકું ભર્યું હતું. જો કે તેઓએ જે તે સમયે હડકવા વિરોધી રસી લીધી ના હતી. અને છેલ્લા ત્રણ દિવસથી તેમનામાં પાણી અને લાઈટના પ્રકાશથી ગભરાવવા જેવા હડકવાના લક્ષણો દેખાતા હતા.જેથી તેમને ગામના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાથી તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને અહી બે દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસના ગોડાઉન પણ ભડકે બળ્યા

Back to top button