ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: કામરેજથી બિશ્નોઈ ગેંગના 4 કુખ્યાત ઝડપાયા

Text To Speech
  • આરોપીઓ રાજસ્થાનમાં ખંડણી કેસમાં સંડોવાયેલા હતા
  • વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના ગુનામાં રેકી કરી
  • આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

સુરત કામરેજ ઉપર ચોર્યાસી ટોલનાકા ખાતે એસલીબીની ટીમે નાકાબંધી કરી હતી. જેમાં વર્ના ગાડીમાં રાજસ્થાનથી મુંબઈ જતી લોરેન્સ બિસ્નોઈ, રોહિત ગોદરા ગેંગના ચાર શખસોને ઝડપી રાજસ્થાન પોલીસને સોંપી દીધા હતાં. પકડાયેલા શખસોએ રાજસ્થાનના કુચામન સીટીમાં વેપારીઓ પાસેથી બે કરોડની ખંડણી માંગવાના ગુનામાં રેકી કરી હોવાની શંકા આધારે ઝડપી લીધા હતાં.

એલસીબી ચોકી ઉપર લઈ જઈ સઘન પૂછપરછ કરી

સુરત જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાન પોલીસે આપેલી બાતમી આધારે ચોર્યાસી ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. તે સમયે વર્ના ગાડી આવતા પોલીસે અટકાવી તેમાં બેઠેલા 58 વર્ષીય હાકમ અલી ખાન, 39 વર્ષીય સરફરાઝ ખાન ઉર્ફે વિક્કી, 30 વર્ષીય સોયબ ખાન અને 30 વર્ષીય ઈરફાન ખાન પઠાણને પકડી એલસીબી ચોકી ઉપર લઈ જઈ સઘન પૂછપરછ કરી હતી.

વોટ્સએપ વોઇસ મેસેજ મોકલી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી

આ દરમિયાન રાજસ્થાનના ડીડવાના જિલ્લાના કુચામન શહેરમાં કુખ્યાત લોરેન્સ બિસ્નોઇ/ રોહિત ગોદરા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદરા અને વિરેન્દ્ર સિંહ ચારણ માફરત અલગ-અલગ વેપારીઓને 27 નવેમ્બર 2024 થી 30 નવેમ્બર 2024 દરમિયાન અલગ-અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કૉલ અને વોટ્સએપ વોઇસ મેસેજ મોકલી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ સિવાય તમામ વેપારીના સ્થળો અને પરિવારના સભ્યોની આવન-જાવનના રસ્તાની રેકી કરી હોવાની ધમકી આપતાં કુચામન સીટી પોલીસમાં રોહિત ગોદારા અને વિરેન્દ્રસિંહ ચારણ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: વડોદરા પોલીસે પકડેલાં નાઈજિરિયન ઠગોએ 900 લોકોને ફસાવી 15 કરોડ પડાવ્યાં

Back to top button