ગુજરાત

સુરતઃ 2011ના ગેંગ રેપ કેસમાં 2 આરોપીઓને આજીવન કેદ, પીડિતાને 5 લાખનું વળતર ચુકવવા આદેશ

Text To Speech

સુરતમાં વર્ષ 2011માં ડુમસ ચોપાટી પાસે બનેલી ગેંગરેપની ઘટમાં કોર્ટે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે..સાથો સાથ કોર્ટે પીડિતાને રૂપિયા 5 લાખનું વળતર આપવા આદેશ કર્યો છે..આ કેસમાં ફરિયાદ પક્ષે કુલ 39 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા…જેમાં પીડિતા, તેનો પતિ અને તબીબની જુબાની લેવામાં આવી હતી…આ સિવાય અન્ય મેડિકલ અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ આરોપીઓને આજીવન કેદ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે…વર્ષ 2011 માં ભાઈબીજના દિવસે આ ઘટના બની હતી…વર્ષ 2013 માં બે લોકોને આજીવન કેદ થઈ હતી…અગાઉ જીતેન્દ્ર અને કમલ ભૂમિહાર નામના આરોપીને 2013 માં આજીવન કેદની સજા થઇ હતી…આરોપી કનૈયા વાલ્મિકી ભૂમિહાર અને રાજકુમાર ઉર્ફે મુથુલ આ કેસમાં ભાગી છૂટ્યા હતા…જે આરોપીઓને વર્ષ 2018 માં  બિહારના પટના ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા..ા

Back to top button