સુરત : મોડી રાત્રે 10 લોકો લિફ્ટમાં ફસાયા, દીવાલ તોડી અને લિફ્ટનું પતરૂ કાપી કરાયું રેસ્ક્યુ
સુરતમાં ગત મોડીરાત્રે સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી. આથી અંદર રહેલા હતા. જોકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા માળ વચ્ચે કોંક્રિટની દીવાલ તોડી હતી. તેમજ લિફ્ટનું પણ પતરૂ કાપી બાકારૂ બનાવી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનામાં 2 કલાક સુધી લોકો લિફ્ટની અંદર જ ફસાઈ રહેતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા.
સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમા 10 લોકોફસાયા હતા
સુરત શહેરના અલથાણમાં આવેલ સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમાં બુધવારની મોડી રાત્રે 10 લોકો ફસાયા હતા. મોડીરાત્રે અંધારામાં લિફ્ટ ફસાતા અંદર રહેલા કોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અને ફસાયેલાને બહાર કાઢવાના વિવિધ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. આ અંગે સૌથી પહેલા લિફ્ટનું મેઈન્ટેનન્સનું કામ જોતી કંપનીને જાણ કરવામાં આવી હતી. પરંતુ લિફ્ટ ફરી શરુ કરીને લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી ગઈ હતી. અને લીફ્ટની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા.
દીવાલ તોડીને 10 લોકોને બહાર કઢાયા
ફાયર બ્રિગેડ દ્વારા દીવાલ તોડીને 10 લોકોને બહાર કાઢવાનો નિર્ણય લેવાયો હતો અને ફાયર વિભાગની બે કલાકની ભારે જેહમત બાદ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ થયુ હતુ.જોકે, બહાર નિકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગના દિલધડક ઓપરેશનથી આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.લિફ્ટની અંદર લોકો લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય ફસાયેલા રહ્યા હતા. જો કે લિફ્ટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટે કરી મોટી જાહેરાત, આ લોકો કરી શકશે નિ:શુલ્ક સન્મુખ દર્શન